/connect-gujarat/media/post_banners/e65e7c81d361b98ad77e30c1e60fb4c5b62dda2524676ceb1de513da4e0ca4a7.jpg)
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં નમાઝ પઢવા અંગેનો વિડીયો વાયરલ થતા સત્તાધીશો હરકતમાં આવ્યા છે અને સાયન્સ ફેકલ્ટીમાં ધાર્મિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
વડોદરાની સૌથી મોટી યુનિવર્સિટી એક બાદ એક ત્રીજી વખત વિવાદોમાં આવી છે.એમએસ.યુનિવર્સિટીમાં એક બાદ એક વિદ્યાર્થીઓ નમાઝ અદા કરતા જોવા મળ્યા હતા. જેનો વિડીયો વાયરલ થતા વિવાદ વકર્યો છે. જેમાં ત્રીજી વખત કોઈ એક વિદ્યાર્થીની નમાજ અદા કરતી હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં સાયન્સ ફેકલ્ટીની બોટની ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીની નમાજ અદા કરતી જોવા મળી રહી છે. જે બાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ આ મામલે હાઈ પાવર ડિસીપલીનરી કમિટીને તપાસ સોંપી છે.આ પહેલાં સંસ્કૃત ફેકલ્ટી બહાર નમાજ પડતા યુવકોનો બે વખત વિડીયો સામે આવ્યો હતો ત્યારે પણ હિન્દુ સંગઠનોએ રજૂઆત કરી હતી જે બાદ વધુ એક વિડિયો સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં મુસ્લિમ વિદ્યાર્થિની નમાજ અદા કરતી જોવા મળતા વધુ એક વખત આ અંગે એઆઈએસએ ગ્રુપ દ્વારા તેમજ ઓલઈન્ડિયા સ્ટુડેન્ટ એસોસિએશન દ્વારા કાર્યવાહીની રજૂઆત કરવામાં આવી છે.આ અંગે વધુ માહિતી આપતા સુપ્રિડેન્ટ કે.એમ.ડામોરે જણાવ્યુ હતું કે સાયન્સ ફેકલ્ટીમાં ડિને પરિપત્ર જાહેર કર્યો છે કે, કોઈપણ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરી શકાશે નહિ. બીજી તરફ નમાઝ અદા કરતી વિદ્યાર્થીની તપાસ માટે પણ કમિટીની રચના કરવામાં આવી છે.