/connect-gujarat/media/post_banners/435078d9bb8df23eaa82391ec4c0ae901bda7d551038bfe966603767f657e46f.jpg)
વડોદરાના હરણી તળાવ ખાતે બનેલી ગોઝારી ઘટનાનો ભોગ બનનાર નાના ભૂલકાઓને બરોડા બાર એસોસિએશન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આ ગોઝારી ઘટનાનો ભોગ બનનાર નાના ભૂલકાઓ અને શિક્ષકોને બરોડા બાર એસોસિએશન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ બરોડા બાર એસોસિએશન પ્રમુખ નલિન પટેલે આ ઘટનાને વખોડી કાઢી હતી. ઉપરાંત બરોડા બાર એસોસિએશને પિકનિક પોઈન્ટ ઉપર સુરક્ષાના સવાલો ઊભા કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં બરોડા બાર એસોસિએશન પ્રમુખ નલિન પટેલ સહિત મોટી સંખ્યામાં વકીલ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.