/connect-gujarat/media/post_banners/3eba2a9a0efd89bbfd39872e8b0fecd55ab30cb929c991b886c7b4036915c780.jpg)
ભારત વિકાસ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના અભ્યાસ વર્ગનું વડોદરાના વરણામા ગામ પાસે આવેલ ત્રિ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાખાના હોદ્દેદારોએ હાજરી આપી હતી.
રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય,અભાવગ્રસ્ત અને વનવાસીની સહાય માટે વર્ષ 1963માં શરૂ થયેલ ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1425 કરતા વધુ શાખા છે ત્યારે ભારત વિકાસ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતના અભ્યાસ વર્ગનું વડોદરાના વરણામા ગામ પાસે આવેલ ત્રિ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.આ આ અભ્યાસ વર્ગ 3 સેશનમાં યોજાયો હતો જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાંતિય ફાયનાન્સ સેક્રેટરી ધર્મેશ શાહ,પ્રાંતના અધ્યક્ષ પ્રેમ શારદા,રિજનલ જનરલ સેક્રેટરી લક્ષ્મી નિવાસ જાજુ,પ્રાંતના જનરલ સેક્રેટરી હિતેશ અગ્રવાલ સહિત વિવિધ શાખાના અધ્યક્ષ,ઉપાધ્યક્ષ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.