Connect Gujarat
વડોદરા 

વડોદરા : ઉર્મિ ચાર રસ્તા પાસે નવા બનેલાં રસ્તા પર પડયો ભુવો, ભ્રષ્ટાચારની બુ

પદાધિકારીઓ અને કોન્ટ્રાકટરો વચ્ચે ચાલતી સાંઠગાંઠ ઘણી જાણીતી છે. શહેરના ઉર્મિ ચાર રસ્તા પાસે તાજેતરમાં બનેલાં રસ્તા પર ભુવો પડી જતાં

X

વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓ, પદાધિકારીઓ અને કોન્ટ્રાકટરો વચ્ચે ચાલતી સાંઠગાંઠ ઘણી જાણીતી છે. શહેરના ઉર્મિ ચાર રસ્તા પાસે તાજેતરમાં બનેલાં રસ્તા પર ભુવો પડી જતાં કોન્ટ્રાકટરે કરેલી કામગીરી સામે સવાલો ઉભા થયાં છે..

દેશભરમાં રસ્તાઓ બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પણ જે પ્રમાણે રૂપિયા ખર્ચાય છે તે પ્રમાણે રસ્તાઓ બનતાં નથી. રસ્તાઓ માટેની મોટાભાગની રકમ ખાયકીના સ્વરૂપે અધિકારીઓ, કર્મચારીઓ, જન પ્રતિનિધિઓ અને પદાધિકારીઓના ખિસ્સામાં જતી રહેતી હોય છે. ભ્રષ્ટાચારના કારણે રસ્તાઓ તકલાદી બને છે અને પરિણામ આમજનતાએ ભોગવવું પડતું હોય છે. અને હવે તો નવી પરંપરા પણ શરૂ થઇ છે જયાં રસ્તાઓ બનતાં હોય ત્યાં સ્થાનિક નગરસેવકો પહોંચી જતાં હોય છે પણ તેઓ કેવું નિરિક્ષણ કરે છે તે તો તેમને જ ખબર. તેમનું નિરિક્ષણ ફોટો સેશન માટે વધારે હોય તેમ કહીએ તો ખોટુ નથી. વડોદરા શહેરની વાત કરવામાં આવે તો તાજેતરમાં ઉર્મિ ચાર રસ્તા પાસે નવો રોડ બનાવાયો હતો પણ તેમાં ભુવો પડી ગયો છે.

દિવાળીના પર્વ આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરાના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉર્મિ ચાર રસ્તાવાળા રોડ પર વાહનોની સતત અવરજવર રહે છે તેવામાં જ ભુવો પડતાં થોડા સમય માટે ટ્રાફિકજામ થઇ ગયો હતો. આ ભુવામાં કેટલાય વાહનો ખાબકતાં વાહનોને નુકશાન થયું છે. બનાવની જાણ થતાં સામાજીક કાર્યકર સલીમ મુલતાનીએ ભુવાની ફરતે આડાશ મુકી ભુવો પુરવાની કામગીરી હાથ ધરી હતી. સલીમ મુલતાની, ઇશાક કોકો તથા સ્થાનિક રાહદારીઓએ જાતે મોરચો સંભાળી વાહનવ્યવહાર રાબેતા મુજબ કરાવ્યો હતો.

Next Story