/connect-gujarat/media/post_banners/65d6ff4886b85c08825d82e8ae2e0a9137ddc63fd2f69f37c899d373f502ae85.jpg)
વડોદરા શહેરમાં ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત 20 હજાર નવા મતદારો જોડવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે વડોદરા શહેરના સયાજીગંજ સ્થિત મનુભાઈ ટાવર ખાતે આવેલ ભાજપા કાર્યાલય ખાતે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતુ.
પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું કે ૨૦ થી ૩૦ ઓગસ્ટ સુધી ભાજપા દ્વારા મતદાતા ચેતના અભિયાન શરુ કરાયું છે ત્યારે તારીખ ૨૫-૨૬ ઓગસ્ટના રોજ વડોદરા શહેરમાં મતદાતા ચેતના અભિયાન યોજાશે આ અંગે તારીખ ૨૧/૦૮/૨૦૨૩ના રોજ મહાનગરમાં એક વર્કશોપનું આયોજન કરાયું હતું.વડોદરા શહેરમાંથી ૨૦,૦૦૦ નવા મતદાતા જોડાઈ તેવા લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત બુથ લેવલ સુધીની કામગીરી કરશે.