વડોદરા : ભાજપ દ્વારા 33 વર્ષીય યુવાનને ટીકીટ આપી અન્ય યુવાઓને પ્રોત્સાહિત કરાયા : પ્રશાંત કોરાટ

ગત તા. 6 એપ્રલીના રોજ દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના 44મા સ્થાપના દિવસની ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,

New Update
વડોદરા : ભાજપ દ્વારા 33 વર્ષીય યુવાનને ટીકીટ આપી અન્ય યુવાઓને પ્રોત્સાહિત કરાયા : પ્રશાંત કોરાટ

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિતે ગતરોજ વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત તા. 6 એપ્રલીના રોજ દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના 44મા સ્થાપના દિવસની ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા યુવા મોરચા ના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ સહિત શહેર પ્રમુખે યુવાનોને સંબોધન કરીને જણાવ્યું હતું કે, વડોદરામાં જ 33 વર્ષીય યુવાનને આ વખતે ટીકીટ આપીને યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ રેલી પોલો ગ્રાઉન્ડથી નીકળી માર્કેટ ચાર રસ્તા, ન્યાય મંદિર થઈ અમદાવાદી પોળ, રાવપુરા કોઠી થઈ ભાજપ કાર્યાલય ખાતે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહ, વડોદરા લોકસભા બેઠકના ભાજપના યુવા ઉમેદવાર ડો. હેમાંગ જોશી સહીત મેયર અને શહેરના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories