Connect Gujarat
વડોદરા 

વડોદરા : નકલી મતદારોનું લિસ્ટ સામે આવતા ભાજપ સંગઠન બન્યું ચિત્તાંતુર, ચૂંટણી અધિકારીને રજૂઆત કરાય...

નકલી અધિકારી તેમજ નકલી ચીજવસ્તુઓ બાદ હવે વડોદરા શહેરમાંથી નકલી મતદારોનું લિસ્ટ સામે આવતા શહેર ભાજપ સંગઠન ચિત્તાંતુર બન્યું છે.

X

સમગ્ર રાજ્યમાં નકલી અધિકારી તેમજ નકલી ચીજવસ્તુઓ બાદ હવે વડોદરા શહેરમાંથી નકલી મતદારોનું લિસ્ટ સામે આવતા શહેર ભાજપ સંગઠન ચિત્તાંતુર બન્યું છે.

આગામી લોકસભાની ચૂંટણી માથે છે, અને તેવામાં વડોદરામાંથી મતદારોનું ડુપ્લિકેટ લીસ્ટ મળી આવતા શહેર ભાજપ સંગઠન ચિંતાતુર બન્યું છે. વડોદરા જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારીને ભાજપ સંગઠન દ્વારા ડુપ્લિકેટ મતદારોનું લીસ્ટ સુપ્રત કરી આ મામલે યોગ્ય તપાસ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી. વડોદરાના 31 હજાર જેટલા ડુપ્લિકેટ મતદારોનું લિસ્ટ જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું છે. વડોદરા શહેર ભાજપ સંગઠન, ધારાસભ્ય કેયુર રોકડિયા અને ચૈતન્ય દેસાઈએ ઉપસ્થિત રહી તમામ મતદારોની યાદી પેન ડ્રાઈવમાં લઇ જિલ્લા કલેક્ટરને આપવામાં આવી હતી. આ ડુપ્લિકેટ અથવા તો અલગ અલગ વિસ્તારમાં નામ બોલતા હોય તેવા મતદારો દ્વારા મતદાન કરવામાં આવે તો ટકાવારીમાં પણ ઘણો ફરક પડતો હોવાનું શહેર ભાજપ સંગઠને જણાવ્યુ હતું. કેટલાક મતદારો વિસ્તાર છોડીને બીજા કોઈ વિસ્તારમાં રહેવા ગયા હોય તેવા મતદારોને મતદાન કરવામાં તકલીફ પડતી હોય છે. જેને લઇ વડોદરા શહેર ભાજપ પ્રમુખ સહિત ધારાસભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

Next Story