વડોદરા: BJP કાર્યકરની લાકડીના ફટકા મારી હત્યા, પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

વડોદરાનો ચકચારી બનાવ, ભાજપના કાર્યકરની લાકડીના ફટકા મારી હત્યા.

New Update
વડોદરા: BJP કાર્યકરની લાકડીના ફટકા મારી હત્યા, પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

વડોદરા શહેરમાં વાહન પાર્કિંગની જુની અદાવતમાં ભાજપના સક્રિય કાર્યકર સચિન ઠક્કર પર 2 દિવસ પહેલા રાત્રિના સમયે અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો.જેમાં સચિન ઠક્કરનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું હતું આ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વડોદરા શહેરના વાસણા રોડની સુક્રુતિ સોસાયટીમાં રહેતા અને ફેબ્રિકેશનનો વેપાર કરતાં ભાજપના કાર્યકર સચિન ઠક્કર તા.25મી એ રાત્રે તેમના કઝિન પ્રિતેશ સાથે રેસકોર્સ વિસ્તારની મિર્ચ મસાલા રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. તે દરમિયાન કાર પાર્ક કરવા બાબતે 15 દિવસ પહેલા થયેલી તકરારની અદાવત રાખી માથાભારે નબીરા પાર્થ બાબુલ પરીખ અને તેના બે સાગરિતોએ હુમલો કરતા બંને ભાઈઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સરેઆમ બનેલા ખૂની હુમલાના બનાવમાં સૌથી ગંભીર બાબત એ છે કે 15 દિવસ પહેલા આજ હુમલાખોરોએ ભાજપના કાર્યકર સચિન ઠક્કર પર હુમલાનો પ્રયાસ કર્યો હતો અને ગોત્રી પોલીસને અરજી પણ આપવામાં આવી હતી. પરંતુ પોલીસે કોઈ પગલા નહીં લેતા હુમલાખોરોની હિંમત વધી ગઈ હતી અને ફરીથી હુમલો કર્યો હતો.જેમાં સારવાર દરમિયાન ભાજપ કાર્યકર્તા સચિન ઠક્કર નું મૃત્યુ નિપજ્યું હતું.

ગોત્રી પોલીસ દ્વારા સમગ્ર મામલે હત્યારા પાર્થ પરીખ, સાહિલ ખાન અને પીન્ટુ લોહાણા નામના આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસને ઘટના સ્થળે થી CCTV ફૂટેજ પણ મળ્યા છે જેની હાલ જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisment