વડોદરા : વાઘોડિયાની સોસાયટીના 4 મકાનમાં ભેદી ધડાકો, દીવાલોમાં તિરાડો-ફર્નિચરને પણ નુકશાન...

વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પર આવેલ ઉમાનગર-2 સોસાયટીના 4 જેટલા મકાનમાં છેલ્લા 2 દિવસથી ભેદી ધડાકા થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

New Update
વડોદરા : વાઘોડિયાની સોસાયટીના 4 મકાનમાં ભેદી ધડાકો, દીવાલોમાં તિરાડો-ફર્નિચરને પણ નુકશાન...

વડોદરા શહેરના વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પર આવેલ ઉમાનગર-2 સોસાયટીના 4 જેટલા મકાનમાં છેલ્લા 2 દિવસથી ભેદી ધડાકા થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગત રાત્રે એક મકાનમાં બ્લાસ્ટ થતાં ઘરની દીવાલોમાં તિરાડ પડી ગઈ હતી. સોફાના ચીથરા ઉડી ગયા હતા અને ટાઈલ્સ પણ તૂટી ગઈ હતી. તપાસ કરતા ગેસ લાઇનમાં લીકેજ થતાં આ બ્લાસ્ટ થયા હોવાનું બહાર આવ્યું છે. ગેસ લાઇનમાંથી ગેસ ગટર લાઇનમાં ફેલાતા ઘરમાં બ્લાસ્ટ થયા હતાં. મકાન માલિક ભાવસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, ગત રાત્રે હું નોકરી પર હતો, ત્યારે મારી દીકરીનો ફોન આવ્યો હતો કે, પપ્પા ઘરે આવી જાઓ, તો મેં પૂછ્યું હતું કે, શું થયું બેટા.? તો તેને કહ્યું હતું કે, પપ્પા આપણા ઘરમાં બ્લાસ્ટ થયો છે, જોકે, મને એમ લાગ્યું કે, ફટાકડાના કારણે ધડાકાનો અવાજ સંભળાયો હશે. પરંતુ મારી દીકરીનો ફરીથી ફોન આવ્યો હતો, જેથી હું ઘરે દોડી ગયો હતો, જ્યાં આખી સોસાયટી ભેગી થઈ ગઇ હતી. મારી છોકરીને થોડું વાગ્યું હતું. ગેસ લીકેજને કારણે ખૂબ જ મોટો ધડાકો થયો હતો. આ ધડાકા છેલ્લા 2 દિવસથી થાય છે. જાણે ભૂકંપ આવ્યો હોય તે પ્રકારના ધડાકા થયા હતા. વધુમાં સ્થાનિકે જણાવ્યુ હતું કે, ગેસ કંપનીવાળાને ફોન કર્યો હતો, જેમાં તેમણે ગેસ ગટર લાઇનમાં ફેલાઈ ગયો હતો અને તેના જ કારણે લાસ્ટ થયો હોવાનું બહાર આવ્યું હતું.

Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

Latest Stories