દુકાન- મકાનની સ્કીમોના નામે કરોડોની ઠગાઇ કરનાર બિલ્ડર જયેશ પટેલ મુંબઇ એરપોર્ટ પરથી ઝડપાઈ ગયો હતો. વડોદરાની ગોત્રી પોલીસ તેનો કબજો લેવા મુંબઇ રવાના થઇ છે
પોલીસ સૂત્રોન મુજબ વડોદરામાં બિલ્ડર જયેશ નટવરલાલ પટેલે સત્યા ડેવલોપર્સના નામે પેઢી શરુ કરી સ્ટાર રેસીડન્સી નામનો પ્રોજેકટ શરુ કર્યો હતો. આ પછી જયેશ પટેલે ફલેટ અને દુકાનો બુક કરવાનું શરુ કર્યું હતું. પ્રોજેકટ પુરો થાય તે પહેલાં જયેશ પટેલે બાનાખત કર્યા બાદ પણ અન્ય લોકોને ફલેટ વેચી દીધા હતા.ફલેટ એક કરતા વધુ લોકોને વેચીને છેતરપીંડી કરી હતી.જયેશ પટેલ મોટી રકમ લઇને રવાના થઇ ગયો હતો જયારે તેની સામે ફરિયાદ થઇ હતી. તે વિદેશ ભાગી ના જાય તે માટે ગયા મહિને વડોદરા શહેર પોલીસ દ્વારા તેના વિરુધ્ધ લુક આઉટ નોટિસ જારી કરાઇ હતી.દરમિયાન મુંબઇ એરપોર્ટ ખાતે ઇમીગ્રેશન વેળા જયેશ પટેલને ઝડપી પાડયો હતો.જેનો કબજો લેવા માટે ગોત્રી પોલીસ મુંબઇ જવા રવાના થઇ ગઇ છે. બિલ્ડર જયેશ સામે સૌથી પહેલી ફરિયાદ 2022માં જુનમાં દાખલ થઇ હતી,2023માં ફેબ્રૂઆરી માસમાં 13, માર્ચ-23માં 3 અને જુન-2023માં એક સહિત કુલ વીસથી વધુ ફરિયાદ નોંધાઇ છે, જયેશ પટેલે પાંચ કરોડ કરતાં વધુ રકમની છેતરપીંડી કરી હોવાનું જાણવા મળ્યું છે