વડોદરા: ભાજપ મહિલા મોરચા દ્વારા મમતા સરકારના પૂતળાનું દહન,મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

વડોદરા મહાનગર ભાજપ મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળની મમતા સરકાર વિરુદ્ધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
વડોદરા: ભાજપ મહિલા મોરચા દ્વારા મમતા સરકારના પૂતળાનું દહન,મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

વડોદરા મહાનગર ભાજપ મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળની મમતા સરકાર વિરુદ્ધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતા.

વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા ધ્વરા સયાજી ગંજ સ્થિત ડેરી ડેન સર્કલ ખાતે પશ્ચિમ બંગાળની મમતા સરકાર સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો વિજય શાહ, રાષ્ટ્રીય મહિલા મોરચા ઉપાધ્યક્ષ ડો જ્યોતિ પંડ્યા,પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમા મોહિલે, મોરચાના પ્રમુખ કલ્પના પટેલ તેમજ મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાય હતી. પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને આ અત્યાચાર ગુજારનારને મમતા બેનજીર્ના આશીર્વાદ હોવાનું જણાવી ભાજપના કાર્યકરો દ્વારા મમતા સરકારના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.