વડોદરા : વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતાં મગરોની વસ્તી ગણતરી હાથ ધરાય, 27 કિમી વિસ્તારમાં 25 ટીમો કામે લાગી...

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરની વસ્તી ગણતરી એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેમજ સ્વચ્છતા અભિયાન માટે ખૂબ જરૂરી છે, ત્યારે તા. 5 અને 6 જાન્યુઆરી એમ 2 દિવસ માટે મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે.

New Update
  • વહીવટી તંત્ર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો

  • વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતાં મગરોની ગણતરી કરાશે

  • વિશ્વામિત્રી નદીના સ્વચ્છતા અભિયાન માટે ગણતરી જરૂરી

  • 2 દિવસ માટે મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી

  • 27 કિમી વિસ્તારમાં 25 ટીમો દ્વારા મગરોની વસ્તી ગણતરી

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરની વસ્તી ગણતરી એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેમજ સ્વચ્છતા અભિયાન માટે ખૂબ જરૂરી છેત્યારે તા. 5 અને 6 જાન્યુઆરી એમ 2 દિવસ માટે મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા સ્થપાયેલા ગીર ફાઉન્ડેશનના ઉપક્રમે વડોદરા કોર્પોરેશનના સહયોગથી મગરોની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છેત્યારે મગરની વસ્તી ગણતરી માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા સામાજિક સંસ્થા ઉપરાંત યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓની પણ મદદ લેવામાં આવી છે. જેમાં વેમાલીથી તલસાડ સુધી લગભગ 27 કિલોમીટર વિસ્તારમાં 25થી વધુ ટીમો દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી મગરોની સંખ્યા ગણવામાં આવશે. મગરની સંખ્યા ગણવા માટે 287 જેટલા કર્મચારી અને કાર્યકરો એક કિલોમીટરના એક ઝોન મુજબ કામ કરી રહ્યા છે. એટલું જ નહીંનદીની સાથે સાથે તળાવોમાં પણ મગરો હોવાના કારણે ત્યાં પણ ગણતરી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કેવિશ્વામિત્રી નદીમાં મગરની વસ્તી ગણતરી એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેમજ સ્વચ્છતા અભિયાન માટે ખૂબ જરૂરી બન્યું છે. જેમાં ડે કાઉન્ટિંગનાઈટ કાઉન્ટિંગ અને બન્ને કાઉન્ટિંગ પરથી જે ડેટા મળશે તેનું એનાલિસિસ કરવામાં આવશે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.