Connect Gujarat
વડોદરા 

વડોદરા: આંગણવાડીમાં બાળકોના ભવિષ્ય સાથે ચેડાં, એક્સપાયરી ડેટવાળા બાળ શક્તિ ફૂડ પેકેટ આપવામાં આવ્યા

વડોદરામાં પરમાર પરિવારની દીકરીને આંગણવાડીમાંથી આપવામાં આવેલા પોષણયુક્ત આહારના બાળ શક્તિ પેકેટ એક્સપાયરી ડેટ હોવાના કારણે ફૂડ પોઈઝન થયું હોવાના આક્ષેપો માતા પિતાએ કર્યા છે

X

વડોદરામાં પરમાર પરિવારની દીકરીને આંગણવાડીમાંથી આપવામાં આવેલા પોષણયુક્ત આહારના બાળ શક્તિ પેકેટ એક્સપાયરી ડેટ હોવાના કારણે ફૂડ પોઈઝન થયું હોવાના આક્ષેપો માતા પિતાએ કર્યા છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાસા માલા કબ્રસ્તાન બોયઝ રિમાન્ડ હોમ ની પાછળ રહેતા પરમાર પરિવારમાં માતા-પિતા અને તેમની બે દીકરી છે. બે વર્ષીય દીકરી માટે આંગણવાડીમાંથી પોષણયુક્ત આહાર અભિયાન અંતર્ગત બાળ શક્તિનું ફૂડ પેકેટ આપવામાં આવે છે જે પેકેટ વિતરણ સમયે જ એક્સપાયરી ડેટ વાળું આપ્યું હોવાના ચોકાવનારા આક્ષેપો પરિવારજનો એ કર્યા છે તેમણે ઉમેર્યું હતું કે એક્સપાયરી ડેટ વાળું બાળ શક્તિ ફૂડ ખાવાથી પરિવારની બંને દીકરીને ફૂડ પોઝનિંગ થઈ ગયું હતું જેની સારવાર કરાવ્યા બાદ આજે અચાનક બાળકી તે પેકેટ લઈને રમતી હતી ત્યારે આ બાબત પ્રકાશમાં આવી હતી. પરમાર પરિવારે અનુરોધ કર્યો છે કે આ બાબતની નોંધ સરકારે ગંભીરતાથી લેવી જોઈએ જેથી અન્ય કોઈ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવારને આ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે

Next Story