New Update
/connect-gujarat/media/post_banners/55da241a357bd0ef25c00478e5012abc5ab001ad2dac9e6ff2efcdc5f472d9c5.jpg)
વડોદરા ફેર પ્રાઇઝ એશો.દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સપ્ટેમ્બર મહિનાથી સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ બંધ કરવાની વેપારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે॰ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશન દ્વારા સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યુ છે. સરકારે 2022માં નક્કી થયા મુજબ 20000 કમિશન આપવાનો વાયદો કર્યો હતો. જો કે સરકારે વાયદો પૂરો ન કરતા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.આ બાબતે વડોદરા ફેર પ્રાઇઝ એસોસિયેશન દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.