Connect Gujarat
વડોદરા 

વડોદરા: ચાઈનીઝ ઠગોના લોન કૌભાંડનો પર્દાફાશ, 5 આરોપીઓની ધરપકડ

ચાઈનીઝ દ્વારા ભારતના સીમ કાર્ડનો ઉપયોગ કરી લોકોને ઇન્સ્ટન્ટ લોન આપવાના નામે ઓપરેટ કરવામાં આવતા કૌભાંડનો વડોદરા સાયબર સેલે પર્દાફાશ કર્યો છે.

X

ચાઈનીઝ દ્વારા ભારતના સીમ કાર્ડનો ઉપયોગ કરી લોકોને ઇન્સ્ટન્ટ લોન આપવાના નામે ઓપરેટ કરવામાં આવતા કૌભાંડનો વડોદરા સાયબર સેલે પર્દાફાશ કર્યો છે. પોલીસે 5 કૌભાંડીઓને ઝડપી પાડી મુખ્ય સૂત્રધારોની શોધખોળ હાથ ધરી છે.

વડોદરાના જીતેન્દ્ર ચૌધરી નામના યુવકને લોન માટે ફોન આવ્યો હતો. તેણે રૂ.2.64 લાખની સામે 7.29 લાખ ભર્યા હોવા છતાં ઉમંગ પટેલના નામે ધમકીઓ મળતી હતી. તેના મોર્ફ કરેલા ફોટા પણ મોકલવામાં આવ્યા હતા અને બ્લોક કરેલા બેન્ક એકાઉન્ટ ખોલવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી તેણે પોલીસ ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર સેલના અધિકારીઓ એક ટીમ બનાવી તપાસ કરી હતી. વડોદરાના લોન ધારક યુવકને ધમકી આપનાર ઉમંગની પોલીસે તપાસ કરતા તે વડોદરા જિલ્લાના સંખેડા તાલુકામાં કાવીઠા ગામે રહેતો હોવાની વિગતો ખુલી હતી જેથી પોલીસે છાપો મારી ઉમંગ પટેલને ઝડપી પાડ્યો હતો. ઉમંગ પટેલની પુછપરછ દરમિયાન વડોદરા જિલ્લામાં એપીએમસી સાથે કામકાજ કરી ખેડૂતોને લોન અપાવવાના નામે સંપર્ક કરતો હોવાની વિગતો ખુલી હતી. તે લોન માટે જુદી જુદી 10 કંપનીઓ સાથે કામ કરતું હોવાની વિગતો ખુલી હતી.વડોદરા સાયબર સેલે ઉમંગ પટેલની સાથે સંકળાયેલા સુરતના ચાર સાગરીતોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં ટોળકી ચાઈનીઝ એપ સાથે સંકળાયેલી હોવાની વિગતો ખુલી હતી અને તેના જુદી જુદી બેંકોમાં 30 જેટલા એકાઉન્ટ માં કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું હોવાથી વિગતો બહાર આવી છે.

Next Story