વડોદરા : રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો નાગરિકોને મળશે લાભ, અટલાદરા-ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો

શહેર તથા જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે માટે અટલાદરા અને ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update
વડોદરા : રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો નાગરિકોને મળશે લાભ, અટલાદરા-ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો

વડોદરા શહેર તથા જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે માટે અટલાદરા અને ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારની વિવિધ યોજના જેવી કે, અરજદારોને રેશનકાર્ડ, આવક અને જાતિનો દાખલો, નોન-ક્રિમીલેયર, ડોમિસાઇલ, વિધવા સહાય, સિનિ. સિટીઝનનું પ્રમાણપત્ર સહિતની સરકારની વિવિધ યોજનાની સેવાઓ ઘરથી નજીકના સ્થળે મળી રહે, તે હેતુથી વડોદરા શહેરના અટલાદરા અને ગોત્રી વિસ્તારમાં જનસેવા કેન્દ્રનો વડોદરાના પ્રભારી મંત્રીના વરદ્હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે આ પ્રસંગે વધુમાં વધુ અરજદારો સરકારની વિવિધ યોજનાઓના ઘર આંગણે જ લાભ લે તે માટે વડોદરાના પ્રભારી મંત્રીએ જાહેર જનતાને અપીલ કરી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

Latest Stories