/connect-gujarat/media/post_banners/75d7ac851bff1af70ddc401f1431386b2a390ab54b16b3cf25097571d8971f09.jpg)
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં જાતિ વિષયક શબ્દને લઈને 2 જુથ વચ્ચે અથડામણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારી સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં જાતિ વિષયક શબ્દને લઈને 2 સમુદાયના જૂથે વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. અગાઉ ગામેઠા ગામમાં રહેતા દલિત સમાજના વૃધ્ધનું અવસાન થતા ગામના એક માત્ર સ્મશાનમાં ગામ સરપંચના પતિ સહિત 13 લોકોએ અંતિમ વિધી ન કરવા દેતા દલિતોને ગામના સ્મશાનથી દૂર અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી, ત્યારે આજે એ ઘટનાના પડઘા ફરીથી પડતા પાદરા પોલીસ તેમજ જિલ્લા કક્ષાના અધિકારી, DYSP સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ જ ગામમાં વધુ એક વાર વિવાદ પોલીસે મામલો નિયંત્રણમાં લીધા હતો. જોકે ગામેઠા ગામમાં અચંબાભર્યો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ, પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
/connect-gujarat/media/media_files/2025/07/10/primary-kumar-school-2025-07-10-18-31-40.jpg)