વડોદરા: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે સાંસદ કાર્યાલય તેમજ અટલ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન

કલેકટર કચેરી ખાતે યુવા સાંસદ ડો હેમાંગ જોશીના સાંસદ કાર્યાલય તેમજ અટલ જનસેવા કેન્દ્રનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

New Update
Advertisment

વડોદરામાં યોજાયો કાર્યક્રમ

સાંસદ કાર્યાલયનું ઉદ્ઘાટન

અટલ જનસેવા કેન્દ્રનો પણ કરાયો પ્રારંભ

સી.એમ.ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

અનેક આગેવાનોએ આપી હાજરી

વડોદરા શહેરની કલેકટર કચેરી ખાતે યુવા સાંસદ ડો.હેમાંગ જોશીનું સાંસદ કાર્યાલય તેમજ અટલ જન સેવા કાર્યાલયનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

વડોદરા શહેરમાં  28 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ સ્પેનના પ્રધાનમંત્રી પધારવાના છે તેને લઈને શહેરમાં તડામાર તૈયારીઓ કરી દેવામાં આવે છે ત્યારે કલેકટર કચેરી ખાતે યુવા સાંસદ ડો હેમાંગ જોશીના સાંસદ કાર્યાલય તેમજ અટલ જનસેવા કેન્દ્રનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મહત્વની વાત છે કે નાગરિકોને લાભદાયી યોજનાનો અટલ જનસેવા કેન્દ્રથી જ અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવશે તેમજ નાગરિકોને યોજનાના લાભને લગતા પ્રશ્નોનું નિરાકરણ અટલ જનસેવા કેન્દ્રથી કરવામાં આવશે..
Latest Stories