વડોદરા જિલ્લાની પોર જીઆઈડીસી વિસ્તારમાં ચાની લારી ચલાવતા 45 વર્ષીય વ્યક્તિનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરાના વરણામા ગામના રહેવાસી અને પોર રમણગામડીમાં રહેતા જયેશ પરમારનો પોર જીઆઈડીસીમાં વહેલી સવારે 5.30 વાગ્યાના અરસામાં હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેઓ એક ખાનગી કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા તેમજ ચાની દુકાન પણ ચલાવતા હતા. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા જયેશ પરમારને શરીરના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી છે, ત્યારે બનાવની જાણ થતાં જ એલસીબી, એસઓજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં ડોગ સ્કોર્ડની મદદ લઈ હત્યા કરનાર આરોપી સુધી પહોંચવા પોલીસે તપાસ હાથ ધરી હતી. 45 વર્ષીય જયેશ પરમારના પરિવારમાં તેમની ધર્મપત્ની અને 2 સંતોનો સાથે રહી ચાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે વહેલી સવારે રાજેશ પરમારની થયેલી હત્યાનું કારણ અકબંધ છે, ત્યારે આરોપી સુધી પહોચવા માટે પોલીસે અલગ ટીમો બનાવી છે. વહેલી તકે હત્યારાને ઝડપી લેવા પોલીસે નાકાબંદી સાથે સીસીટીવી ફૂટેજની મદદ લઈ તપાસને વધુ તેજ બનાવી છે.