Connect Gujarat
વડોદરા 

વડોદરા: રણછોડરાય મંદિરની વિવાદીત તોપનું કોર્ટે ધડાકો કરી નિરીક્ષણ કર્યું ,46 ફૂટ દૂર અવાજ સંભળાયો

રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહ પૂર્વે ભગવાનને સલામી આપવા તોપ ફોડવાની પરંપરા 28 વર્ષથી કાયદાની ગૂંચવણમાં ફસાયેલી છે.

X

વડોદરાના એમજી રોડ સ્થિત 172 વર્ષ જૂના રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહ પૂર્વે ભગવાનને સલામી આપવા તોપ ફોડવાની પરંપરા 28 વર્ષથી કાયદાની ગૂંચવણમાં ફસાયેલી છે જે બાબતે કોર્ટ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી હતી.

વડોદરાના એમજી રોડ સ્થિત 172 વર્ષ જૂના રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહ પૂર્વે ભગવાનને સલામી આપવા તોપ ફોડવાની પરંપરા 28 વર્ષથી કાયદાની ગૂંચવણમાં ફસાયેલી છે. સલામતીના પ્રશ્ને સિવિલ કોર્ટમાં ચાલતા કેસમાં કોર્ટની પરવાનગી લઇ તોપનું પરીક્ષણ કરાયું હતું. નવલખી મેદાનમાં એસડીએમ, કોર્ટ દ્વારા નિમણૂક કરાયેલા નિરીક્ષકો, સિનિયર વકીલો, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તોપનું પરીક્ષણ કરી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. આ અંગે શ્રીરણછોડરાયજી મંદિરના પૂજારી જનાર્દન દવેએ કહ્યું કે, પાલનપુરથી ખાસ દારૂગોળાને પેટીમાંં લાવવામાં આવ્યો હતો. દારૂગોળાની ટીમ દ્વારા માદરપાટના કાપડમાં આ પાઉડરને પેક કરી મૂકવામાં આવ્યો હતો. જેમાં 250થી 300 ગ્રામ દારૂગોળો ઉપયોગમાં લેવાયો હતો. ત્યારબાદ તોપ ફોડાઇ હતી. તોપ ફૂટીને દારૂગોળો કેટલે દૂર જઇ પડ્યો તેનું અંતર માપી પરીક્ષણ કરાયું હતું. સિવિલ કોર્ટમાં જુબાની વેળા કોર્ટે પૂછ્યું કે, તોપ બરાબર છે કે નહીં તે જાણવા તેનું ટેસ્ટિંગ કરાયું તો વાંધો નથી ને. જેથી મેં ટેસ્ટિંગની હા કહેતાં કોર્ટે પરમિશનની અરજી આપવા જણાવ્યું હતું. જે મેં આપી હતી. ઉલ્લેખનિય છે કે, 1999 અને 2010માં પણ ટેસ્ટિંગ થયું હતું.

Next Story