વડોદરા : તરસાલીમાં સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં 4 વ્યાજખોરો સામે ગુન્હો દાખલ..!

વડોદરા શહેરના તરસાસલી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા ચેતન સોનીએ પોતાના પરિવાર માટે યમરાજ બન્યો હતો.

New Update
વડોદરા : તરસાલીમાં સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં 4 વ્યાજખોરો સામે ગુન્હો દાખલ..!

વડોદરા શહેરના તરસાસલી વિસ્તારમાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા આર્થિક સંકળામણમાં આવી મોભી ચેતન સોનીએ પરિવારને શેરડીના રસમાં ઝેરી પદાર્થ ભેળવી પીવડાવી દીધો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.

વડોદરા શહેરના તરસાસલી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા ચેતન સોનીએ પોતાના પરિવાર માટે યમરાજ બન્યો હતો. જેમાં તેને દેવુ વધી જવાના કારણે શેરડીના રસમાં પોટેશિયલ સાઇનાટ મિક્સ કરીને પિતા, પત્ની તથા પુત્રને પીવડાવી દીધું હતું. પરંતુ પોતે રસ પીધો ન હતો. જેથી પિતા અને પત્નીના મોત નિપજ્યા હતા, જ્યારે પુત્રને ગંભીર હાલતમાં એસએસજીમાં દાખલ કરાયો છે, ત્યારે ચેતન સોની ભાનમાં આવતા પોલીસે તેની પૂછપરછ કરતા તેણ પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેને પણ સયાજી હોસ્પિટલમાં એડમીટ કરાયો હતો. આ મામલે પોલીસે ચેતન સોનીનું નિવેદન લીધુ હતું. જેમાં તેણે 3 વ્યાજખોર પાસેથી 7થી 8 રૂપિયા લેવાના બાકી હોવાનું જણાવ્યુ હતું. વ્યાજખોરો તેની પાસેથી રૂપિયા માટે પઠાણી ઉઘરાણી કરતા હતા. જેથી આર્થિક સંકળામણમાં આવી શેરડીમાં રસ ભેળવી પરિવારને પીવડાવ્યો હોવાની કબૂલાત કરી છે, ત્યારે તરસાલી ડબલ મર્ડર કેસમાં આગામી દિવસોમાં વ્યોજખોરી મામલે નવો વળાંક આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

Latest Stories