વડોદરા: મહાનગર પાલિકા દ્વારા કોનોકોર્પસ નામના હાનિકારક વૃક્ષોની કરવામાં આવી છટણી

વડોદરા શહેરને હરિયાળુ બનાવવાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં કોનોકોર્પસ નામના વૃક્ષો ડિવાઇડરો વચ્ચે રોપવામાં આવ્યા હતા

New Update
વડોદરા: મહાનગર પાલિકા દ્વારા કોનોકોર્પસ નામના હાનિકારક વૃક્ષોની કરવામાં આવી છટણી

વડોદરા શહેરને હરિયાળુ બનાવવાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં કોનોકોર્પસ નામના વૃક્ષો ડિવાઇડરો વચ્ચે રોપવામાં આવ્યા હતા જે બિનજરૂરી હોઇ વૃક્ષોની છટણીની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે વિવાદ ઊભો થયો છે

Advertisment

વડોદરા શહેરને હરિયાળુ બતાવવા માટે વર્ષ-2017 મા આફ્રો-અમેરિકન મૂળના કોનોકોર્પસ નામના વૃક્ષો શહેરના વિવિધ વિસ્તારો જેવાં કે, અકોટા દાંડિયાબજાર રોડ, તરસાલી, કારેલીબાગ, જેલરોડ, ન્યૂ વીઆઇપી રોડ, અમીતનગરથી કારેલીબાગ, અકોટા દાંડિયાબજાર ચારરસ્તા થી રાજમહેલરોડ તથા કાલાઘોડા તરફના રોડ સહિત કુલ 20,000જેટલા આ વૃક્ષો પાછળ કહેવાતા સ્માર્ટ પાલિકા તંત્ર દ્વારા લાખ્ખો રુપિયા ખરીદવામાં તથા તેની માવજત પાછળ વેડફી દેવામાં આવ્યા છે. આ વૃક્ષો એલર્જિક વૃક્ષો છે પર્યાવરણવાદીઓ તથા નિષ્ણાતોના મતે આ વૃક્ષો પક્ષીઓ, પતંગિયાઓ, ખિસકોલી સહિત કોઇના માટે ઉપયોગી નથી તેને ઉછેરમાં પાણીનો અઢળક વ્યય થાય છે.આ વૃક્ષથી અસ્થમા, દમ, શ્વાસની સાથે અન્ય બિમારીઓ થઇ શકે છે પાકિસ્તાન જેવા દેશમાં આ કોનોકોર્પસ પર પ્રતિબંધ છે ત્યારે વડોદરાના સ્માર્ટ પાલિકા તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થ્ય ની ચિંતા વગર, આ વૃક્ષોથી અન્ય આસપાસના સ્ટ્રક્ચરને નુકશાન થઇ શકે છે ત્યારે મોડે મોડે જાગેલ મહાનગર પાલિકા દ્વારા આ હાનિકારક વૃક્ષો દૂર કરવામાં આવી રહ્યા છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.