Connect Gujarat
વડોદરા 

વડોદરા : બરોડા ડેરીના પશુપાલકોને દૂધમાં ભાવફેર પ્રશ્ન બન્યો ઉગ્ર; સાવલીના પશુપાલકોની પોલીસે કરી અટકાયત

પશુપાલકોને દૂધમાં ભાવફેર પ્રશ્ન બન્યો ઉગ્ર, ગોઠડા, મંજુસર સહિતના પશુપાલકોની અટકાયત.

X

બરોડા ડેરી પશુપાલકોને દૂધમાં ભાવફેર પ્રશ્ન ઉગ્ર બની રહ્યો છે. આજે વહેલી સવારે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે નીકળેલા પશુપાલકોની વડોદરા નજીક દુમાડ ચોકડી પાસે અટકાયત કરી લેવામાં આવી હતી.

વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રની અગ્રણી બરોડા ડેરીના પશુ પાલકોને દૂધમાં ભાવફેર પ્રશ્ન ઉગ્ર બની રહ્યો છે. આજે વહેલી સવારે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે નીકળેલા સાવલીના પશુપાલકોની ગોઠડા, મંજુસર અને બાકીના પશુપાલકોની વડોદરા નજીક દુમાડ ચોકડી પાસે અટકાયત કરી લેવામાં આવી હતી.

બીજી બાજુ બરોડા ડેરી ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાવલીના ભાજપાના ધારાસભ્ય કેતન ઇનામદારના ફાર્મ હાઉસ ખાતે તાલુકાના પશુપાલકો એકઠા થયા હતા અને ત્યાંથી ધારાસભ્યના ભાઇ સંદિપ ઇનામદારની આગેવાનીમાં વિવિધ વાહનોમાં પશુપાલકો વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે આવી રહ્યા હતા.

તે સાથે પશુપાલકો દ્વારા પ્રતિક ધરણાંનું એલાન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, સોમવારે ધારાસભ્યો અને ડેરીના સત્તાવાળાઓ વચ્ચે સમાધાન ન થતાં સાવલીના ધારાસભ્યએ ગુરૂવારથી હલ્લાબોલ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

Next Story