વડોદરા: પાદરાના ગણપતપુરા ગામ નજીક નર્મદા કેનાલમાંથી દંપતીનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે શરૂ કરી તપાસ

પાદરાના ગણપતપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં દંપતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

New Update
વડોદરા: પાદરાના ગણપતપુરા ગામ નજીક નર્મદા કેનાલમાંથી દંપતીનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે શરૂ કરી તપાસ

વડોદરા જિલ્લાના પાદરાના ગણપતપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં દંપતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

વડોદરા જિલ્લાના પાદરાના ગણપતપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં દંપતીનો મૃતદેહ મળી આવ્યો હતો.આ દંપત્તિની હત્યા કરી તેઓના મૃતદેહ કેનાલમાં નાખી દેવાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.કેનાલની બાજુમાં જ આ દંપત્તિ પ્લાસ્ટિકનો કચરો વીણી ઝૂંપડામાં રહેતા હતા.રમણ સોલંકી અને તેઓના પત્ની ગગીબેનને કોઈ અજાણ્યા ઈસમોએ મોતને ઘાટ ઉતારી તેઓના મૃતદેહને કેનાલમાં નાખી દીધા હતા.બનાવની જાણ થતા જ પાદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Latest Stories