/connect-gujarat/media/post_banners/7784bd5733e4f044ba71f082cf845eaef68695527f12fce52821fc2f8910f27a.jpg)
વડોદરાના અજબડી બિલ કમ્પાઉન્ડમાંથી કચરા વચ્ચે એક યુવાનની લાશ મળી આવી હતી. આ યુવાનની હત્યા કરી તેનો મૃતદેહ ફેંકી દેવાયો હતો.
વડોદરાના અજબડી બિલ કમ્પાઉન્ડ વિસ્તારમાં અર્જુન દેવીપુજક નામક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ મૃતદેહ હત્યા કરેલી હાલતમાં મળી આવ્યો છે જોકે સમગ્ર મામલે પાણીગેટ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.મૃતકના ભાઈ સન્ની દેવીપુજકે જણાવ્યું છે કે અગાઉ ઝઘડાની અદાવતે મારા ભાઈ અર્જુન દેવીપુજકની હત્યા થઈ હોવાનું મને લાગી રહ્યું છે. મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે