Connect Gujarat
વડોદરા 

વડોદરા : સાંકરદા નજીક દીપક કેમ ટેક લિ. દ્વારા નવા યુનિટનો ધાર્મિક વિધિ સાથે પ્રારંભ કરાયો…

વડોદરા નજીક સાંકરદા ખાતે દીપક કેમ ટેક લિમિટેડ દ્વારા નવા સાહસ તરીકે નવા અધ્યતન યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વડોદરા : સાંકરદા નજીક દીપક કેમ ટેક લિ. દ્વારા નવા યુનિટનો ધાર્મિક વિધિ સાથે પ્રારંભ કરાયો…
X

વડોદરા નજીક સાંકરદા ખાતે દીપક કેમ ટેક લિમિટેડ દ્વારા નવા સાહસ તરીકે નવા અધ્યતન યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો ધાર્મિક વિધિ તેમજ રીબીન કાપી ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું.

દીપક નાઈટ્રાઈટ લિમિટેડ અને તેની પેટા કંપનીઓ ભારતને કેમિકલ હબ તરીકે પુનઃ સ્થાપિત થવા સતત પ્રયત્નશીલ રહ્યું છે. દીપક નાઇટ્રાઇટ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની દીપક કેમ ટેક લિમિટેડ (DCTL), એ ઉદ્યોગ ક્ષેત્રમાં વિશ્વ સ્તરીય સોલ્યુશન્સ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ સર્વોત્તમ ટીમો તેમજ પ્રણાલીઓ અને પ્રક્રિયાઓને એક સાથે લાવે છે. ગુજરાતમાં વડોદરા નજીક સાંકરદા ખાતે ઉત્પાદન એકમને કંપનીના ડિરેક્ટર મેઘવ મેહતા ના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીના ડાયરેક્ટરો, ઉચ્ચ અધિકારીઓ, પ્લાન્ટના કર્મચારીઓ અને સ્થાનિક સમુદાયના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. સદર પ્લાન્ટ રસાયણો અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ જેવા વિવિધ ઉદ્યોગોમાં વિશિષ્ટ એપ્લિકેશન માટે વિવિધ ઈનઓર્ગેનિક સોલ્ટના મિશ્રણનું ઉત્પાદન કરશે. કંપનીના રિસ્પોન્સિબલ કેમિસ્ટ્રી અને ટુગેધર ફોર સસ્ટેનેબિલિટીના સિદ્ધાંત દ્વારા માર્ગદર્શન મેળવીને, દીપક ગ્રૂપ રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બનવા માટે પ્રતિબદ્ધ છે. ભારતની અગ્રણી અને સૌથી ઝડપથી વિકસતી કેમિકલ ઈન્ટરમીડિયેટ કંપનીમાંથી એક તરીકે દીપક નાઈટ્રાઈટ લિમિટેડ અને તેની પેટા કંપનીઓ એ ભારતને કેમિકલ હબ તરીકે પુનઃકલ્પના કરવા અને મેક ઈન ઈન્ડિયા ફોર ધ વર્લ્ડ માટે સીમાઓ ઓળંગવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

Next Story