/connect-gujarat/media/post_banners/1ff059486ad9a7740dc696aded3a7ee166046574581320d6d6e281dd05d7d55e.jpg)
વડોદરા જીલ્લાના ડભોઇ ખાતે 140 ડભોઇ વિધાનસભા વિસ્તાર બેઠકના ભાજપના ઉમેદવારના પ્રચાર અર્થે દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ સભા સંબોધી હતી.
વડોદરા જીલ્લાની 140 ડભોઇ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના શૈલેષ મહેતાના પ્રચાર અર્થે દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ સભા સંબોધી હતી. આ પ્રસંગે ઉમેદવાર શૈલેષ મહેતા, જિલ્લા કાર્યકરી પ્રમુખ ડો. બિ.જે.બ્રહ્મભટ્ટ, સહિત ભાજપના હોદ્દેદારો સહીત મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. શૈલેષ મહેતાએ કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ સામે શાબ્દિક પ્રહાર કર્યા હતા, તો દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપના વિકાસના વિઝનના પ્રજા સમક્ષ સભા દરમિયાન વખાણ કર્યા હતા.
આ પ્રસંગે મનોજ તિવારીની હાજરીમાં AAPના સંખ્યાબંધ કાર્યકરો કેશરીયો ભાજપનો ધારણ કર્યો હતો. મનોજ તિવારીએ ફિલ્મી ગીતો રજૂ કરી ગુજરાત અને દેશના વિકાસની વાત દર્શાવી નરેન્દ્ર મોદીના રૂપમાં ઈશ્વર મળ્યા છે નું ઉમેર્યું હતું.