Connect Gujarat
વડોદરા 

વડોદરા: ડીંકુ બોકસરે હાર નહીં માનીને ગોલ્ડ મેડલ જીત્યો, જુઓ સંઘર્ષની કહાની

વડોદરાની બોકસરને કેટલાક દિવસો પહેલા લોકો તેને પગની ખોડને લઇને કિક્બોક્સિંગમાં ભાગ ન લેવાની સલાહ આપી હતી

X

વડોદરાની બોકસરને કેટલાક દિવસો પહેલા લોકો તેને પગની ખોડને લઇને કિક્બોક્સિંગમાં ભાગ ન લેવાની સલાહ આપી હતી પણ તેણે કિસ્ક્સિંગની ટુર્નામેન્ટ્મા ભાગ લઇ ગુજરાત ચેમ્પયનશીપ જીતી છે અને દરેક ટીકાકારોને ચૂપ કરી દીધા છે.

વડોદરામાં રહેતી 17 વર્ષની ડિંકલ ગોરખા ડિંકૂ બોક્સરના નામથી પ્રખ્યાત છે. વર્ષ 2009માં ડિંકલ જ્યારે તેની માતા સાથે યાત્રાએ ગઇ હતી ત્યારે અકસ્માતમાં તેના ડાબા પગની ઘૂંટીનો ઉપરનો ભાગ કચડાઇ ગયો. જ્યારે તેની માતાના બન્ને પગ કાપવા પડ્યા હતા.પગની ખોડ હોવા છતાં ડિકલે પાંચ વર્ષ પહેલા કિક્બોક્સિંગની શરૂઆત કરી હતી પણ લોકોએ પગની ખોડને કારણે કિક્બોક્સિંગ છોડવાની સલાહ આપી હતી પરંતુ પોતાના પરના દ્રઢઆત્મવિશ્વાસથી ચાર મહિના પહેલા રાજ્ય ચેમ્પયનશીપ માટે અથાગ મહેનત કરી.ડિંકલે હાલમાં યોજાયેલ પ્રેસિડન્ટકપ લાઇટ કન્ટેક્ટ બોક્સિંગના ફાઇનલમાં પોતાના પ્રતિસ્પર્ધીને હરાવી દીધો. આ સ્પર્ધામા 100થી વધુ ખિલાડીઓએ ભાગ લીધો હતો. ડિંકલ કહે છે આ જીત તેના માટે ખૂબ મહત્વની છે. તેણે કહ્યુ કે તેને કદી વિચાર્યુ પણ ન હતુ કે તે રાજ્ય ચેમ્પયન બનશે. હવે તે રાષ્ટ્રીયસ્તર અને પછી આંતરરાષ્ટ્રીયસ્તર માટે તૈયારી કરી રહી છે.

ડિંકલના કોચ સિધ્ધાર્થ ભાલેઘરે કહ્યુ કે તે ખુબ મહેનતુ છે. તેને કંઇક કરવાની પહેલેથી જ ચાહત હતી. જેના કારણે કઠોર પરિશ્રમ કરી તે તેના પ્રતિસ્પર્ધીઓથી સારુ પ્રદર્શન કરી શકી છે. તે ખૂબ જ આગળ વધશે અને મારી સાથે એની માતા અને દેશનું નામ રોશન કરશે.

Next Story