Connect Gujarat
વડોદરા 

વડોદરા : અંગ્રેજીનાં વધતા પ્રભાવ વચ્ચે ગુજરાતી ન ભૂલવી, ભાષા બચાવવા મહિલા સિનિયર સીટીઝનનો પ્રયાસ

ટેકનોલોજીના સહારે માતૃભાષા માટે ઝઝૂમવાનો પ્રયાસ, ગુજરાતી સાહિત્ય ફોરમ સાથે આપી રહ્યાં છે સહયોગ

X

વૈશ્વિક ભાષા અંગ્રેજીના આક્રમણ સામે ગુજરાતી ભાષા લગભગ ઝઝૂમી રહી છે. નવી પેઢી અંગ્રેજી શિક્ષણ સાથે ઉછરી ગુજરાતીઓને ગુજરાતી સાથે જોડી રાખવા માટે વડોદરાના નિવૃત્ત શિક્ષિકા કોકિલાબેન ચોકસીનો ગુજરાતી સાહિત્ય ફોરમ થકીનો ઉદ્યમ જાણવા જેવો છે.

અંગ્રેજીનાં વધતા પ્રભાવ વચ્ચે આપણે આપણી માતૃભાષા ભૂલવી ન જોઈએ.ભાષા બચાવવા નો મહિલા સિનિયર સીટીઝન નો પ્રયાસ બિરદાવવા જેવો છે , આ શબ્દો છે વડોદરાના 87 વર્ષીય કોકિલાબેન ચોકસીના કે જેઓ એ લગ્ન બાદ પરિવાર ના સહયોગથી શિક્ષણ લીધું અને શિક્ષકે તરીકે કાર્યરત રહ્યા , નિવૃતિકાળમાં પણ ગુજરાતી ભાષા પ્રત્યેનો લગાવ અને અંગ્રેજીના વર્ચસ્વ સામે ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટે પ્રયત્નશીલ છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતી સાહિત્ય ફોરમની રચના કરી અને ગુજરાતી ભાષાનો ભારત સહિત વિદેશમાં પણ પ્રચાર અને પ્રસાર થાય તે માટે અનેકવિધ રીતે ઉંમરના બાધ વગર કામ કરી રહ્યા છે. હાલમાં 1700 થી વધુ દેશ વિદેશના સભ્યો સાથે ઝૂમ ઓનલાઈનના માધ્યમથી વરચુઅલ વાર્તાલાપ કરવામાં આવે છે. હાલ સુધીમાં 110 એપિસોડ થઈ ચૂક્યા છે. સાથે સિનિયર સીટીઝન એસોસિએશન માં 112 સભ્યો સાથે જોડાયા છે. જેઓ વિવિધ પ્રવૃત્તિ દ્વારા નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. જે ફેસબુક ઇન્સ્ટાગ્રામ સહિતના મીડિયામાં ગુજરાતી ભાષામાં કાર્યક્રમો આપી રહ્યા છે.

આજના સમયમાં આપણી માતૃભાષા ગુજરાતીના પ્રચાર- પ્રસાર માટે દિલથી કામ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. મોટાભાગના પરિવાર પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં માને છે અને જે સમયોચિત પણ છે. પરંતુ ખરેખર જોવા જઈએ તો જો પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવામાં આવે તો બાળકનો સર્વાંગી વિકાસ ઝડપી થાય છે અને તે અન્ય ભાષા પણ ઝડપથી આત્મસાત કરી શકે છે. ગુજરાતી ભાષા માટે કંઈક નવું અને નક્કર કરવાનો વિચાર કોકિલા ચોક્સીને આવ્યો હતો. ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર અત્યાર સુધી સમાજના નામાંકિત ભાષા તજજ્ઞ સાથે વિવિધ ક્ષેત્રનાં લોકપ્રિય લોકો આવીને એવું જ્ઞાન પીરસી ગયો છે જેઓમાં શરીફા વીજળીવાળા, પ્રવીણ દરજી, ભાગ્યેશ ઝા, વિનોદ ગણાત્રા અને પદ્મભૂષણ લોર્ડ ભીખુ પારેખ સહિતના અનેક નામાંકિત લોકો હાલમાં જોડાયા છે.

Next Story