Connect Gujarat
વડોદરા 

વડોદરા: ચા પીવો અને કપ ખાય જાવ ! આવો ટી-સ્ટોલ ન જોયો હોય તો અહી જોઈ લો !

વડોદરામાં એક એવી જગ્યા છે જ્યાં તમે ચા પીવા જશો તો તમને ચાનો કપ પણ ખાવા મળશે. વાત અજીબ લાગશે પણ આ સાચુ છે

X

વડોદરામાં એક એવી જગ્યા છે જ્યાં તમે ચા પીવા જશો તો તમને ચાનો કપ પણ ખાવા મળશે. વાત અજીબ લાગશે પણ આ સાચુ છે ત્યારે જોઈએ પર્યાવરણ બચાવવાના હેતુસર ચાર યુવાનો દ્વારા કયા પ્રકારનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

વડોદરા શહેરમાં ચાર યુવાઓની ટીમ દ્વારા પર્યાવરણ બચાવવા માટેની અનોખી પહેલને સંસ્કારી નગરીના નગરજનો અવકારી રહ્યા છે, જેમણું બાળપણ અનાથલયમાં ગુજર્યું છે. તેવા ચાર યુવાઓ લવકુસ, વિકાસ, શંકર અને સૂરજે નિઝામપુરા વિસ્તારમાં ચાની કીટલી શરૂ કરી છે જેમાં ચા પીવા આવતા લોકોને ચા પીવાની સાથે તેના કપ ખાવા માટે આપવામાં આવી રહ્યો છે. આમ ચા પીવા આવનાર લોકો ચા ના કપને ચા પીધા પછી ફેંકવાને બદલે ખાઈ જવા માટે આપવામાં આવે છે અને અહીં આવતા લોકો ચા નો સ્વાદ માણ્યા પછી કપને ખાઈ રહ્યા છે અને સરકારના પર્યાવરણ બાચવવાને ઉદ્દેશને સાર્થક કરી રહ્યા છે. દર્શક મિત્રો આપ કદાચ વિચારતા હશો કે, વળી ચા પીવાની સાથે કપ ખાવાનો અને તે પણ કેડબરી ફ્લેવર અને ગુલાબની ખુશ્બૂ સાથે અને તે પણ માત્ર 20 વીસ રૂપિયામાં.... સ્વાભાવિક રીતે વાત એમ છે કે, લવકુસ જ્યારે નાનો હતો ત્યારે લોકો વચ્ચેની પર્યાવરણ બચાવવા અંગેની વાતો તેને મોટેરાઓના મોઢેથી સાંભળી હતી. જેમાં લોકો કહેતા હતા કે, પર્યાવરણ નહીં બચાવીએ તો આવનાર સમયમાં જીવન મુશ્કેલ બની જશે. બસ આજ વાતને યુવાન લવકુસે વિચારી લીધી કે કોઈ પણ હિસાબે પર્યાવરણ બચાવવુ છે. અને અનોખા ચા ના કપમાં ચાય બનાવીને પીરસી રહ્યો છે.

આ કપ ઘઉંમાંથી બનાવવામાં આવ્યો છે. જેના એક કપની કિંમત 6 રૂપિયા છે અને તેમાં ચા રશિયાઓને ચા પીરસવામાં આવે છે. જે કપમાં ચા પીધા પછી ખાઈ શકાય છે, આમ પ્લાસ્ટિક અને થર્મોકોલના નુકશાનથી પર્યાવરણને બચાવી શકાય છે. તાજેતરમાં વધતા જતા સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થમોકોલની પ્રોડક્ટ પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે આ અનોખા ચા ના કપમાં ચા પીરસવાથી પર્યાવરણ વેસ્ટ બનતો નથી, અને સિંગલ યુઝ પ્રોડક્ટનો વેસ્ટ પણ નથી થતો. યુવાઓની આ ચાની કીટલી હાલ વડોદરાના નિઝામપુરામાં સવારે 6 થી રાત્રે 11 સુધી ચાલી રહી છે. આમ તો આ ટી સ્ટોલ ખુલે મહિનો માંડ થયો છે પણ યુવાઓની પર્યાવરણની જાળવણી સાથેની ચા ની કીટલી ધીમે ધીમે ફેમસ થઈ રહી છે અને લોકો પણ તેની ચૂસકીનો સ્વાદ માણવા જરૂર આવી રહ્યા છે. ચા નો નાનો કપ 20 રૂપિયાનો અને મોટો કપ 25 રૂપિયાનો રાખવામાં આવ્યો છે. તથા દરરોજના 60 થી 70 જેટલા કપ ચા આ યુવાનો બનાવી રહ્યા છે.

Next Story