વડોદરા: પરિવારની જીદના કારણે એક સાથે ત્રણ જિંદગી બરબાદ, લગ્નના 10માં દિવસે જ પરણિત યુવકે પ્રેમિકા સાથે મોતને વ્હાલું કર્યું

New Update
વડોદરા: પરિવારની જીદના કારણે એક સાથે ત્રણ જિંદગી બરબાદ, લગ્નના 10માં દિવસે જ પરણિત યુવકે પ્રેમિકા સાથે મોતને વ્હાલું કર્યું

વડોદરાનો ચકચારી બનાવ

પ્રેમી યુગલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પ્રેમ પ્રકરણમાં કર્યો આપઘાત

પોલીસે ગુનો નોંધી વધુ તપસ હાથ ઘરી

પાવગઢના ખાતે આવેલ માછી જતા અટક દરવાજા પાસે અંતરિયાળ વિસ્તારમાં યુવા પ્રેમી યુગલ દ્ધારા સાતકના ઝાડની ડાળી પર દુપટ્ટાથી ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી॰

મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નાંદરખા ગામે રહેતા 19 વર્ષીય કિરણકુમાર ધીરુભાઈ રાઠવાના લગ્ન 10 દિવસ પહેલા જ પરિવારની મરજીથી થયા હતા, પરંતુ કિરણ ઘોઘંબા તાલુકાના અંતરિયાળ ગામની યુવતી ને દિલ દઈ બેઠો હતો અને સાથે જીવા મરવાની કસમો એક બીજાને આપી ચૂકયા હતા। પરંતુ પરિવારના દબાણને વશ થઇ પરિવાર દ્ધારા પસંદ કરવામાં આવેલ યુવતી સાથે લગ્ન થતા કિરણ નાસીપાસ થઇ ગયો હતો॰ ત્યારે એકબીજાના ના થઇ શકેલ પ્રેમી યુગલે એક સાથે જીવન ટૂંકાવવાનું નક્કી કરી આજે પાવાગઢ ના માછી ખાતે આવેલ જંગલ માં સાતક ના ઝાડની ડાળી પર બે અલગ અલગ દુપટ્ટાને ગાંઠ મારી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. સમગ્ર ઘટનાની જાણ પાવાગઢ પોલીસને કરતા પાવાગઢ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિકો ની મદદ થી મૃતક યુવક યુવતીના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે એડી નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.  

Latest Stories