Connect Gujarat
વડોદરા 

વડોદરા : ઈજિપ્તની મુસ્લિમ યુવતીની શિવોત્સવમાં અદભૂત શિવતાંડવની પ્રસ્તુતિ, તમે પણ જુઓ...

સતત 12 મિનિટના શિવતાંડવમાં મુસ્લિમ વિદ્યાર્થિની રેવાએ ભગવાન શિવના જુદા જુદા સ્વરૂપો અને ભાવો દર્શાવ્યા હતા.

વડોદરા : ઈજિપ્તની મુસ્લિમ યુવતીની શિવોત્સવમાં અદભૂત શિવતાંડવની પ્રસ્તુતિ, તમે પણ જુઓ...
X

ઇજિપ્તના ICCRની વિદ્યાર્થિનીએ કર્યો અદભૂત શિવતાંડવ

મુસ્લિમ યુવતી રેવા અબ્દેલનાસર અટ્ટિયાએ કર્યો શિવતાંડવ

ભગવાન શિવનો ગુસ્સો-કૃપા રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા

શિવોત્સવ અંતર્ગત વડોદરા શહેરના કારેલીબાગ અંબાલાલ ગ્રાઉન્ડ ખાતે ગીતાબેન રબારીની ભજન સંધ્યા યોજાય હતી. જે પૂર્વે ઇજિપ્તના ICCR વિદ્યાર્થિની રેવા અબ્દેલનાસર અટ્ટિયાએ શિવતાંડવ નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. સતત 12 મિનિટના શિવતાંડવમાં મુસ્લિમ વિદ્યાર્થિની રેવાએ ભગવાન શિવના જુદા જુદા સ્વરૂપો અને ભાવો દર્શાવ્યા હતા.

ભગવાન શિવનો ગુસ્સો, તેમની કૃપાને અદ્ભૂત રીતે રજૂ કરી હાજર હજારો લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઇજિપ્તના એક મુસ્લિમ પરિવારની દીકરી રેવા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટ ફેકલ્ટીમાંથી કથક નૃત્યમાં ડિગ્રી ધરાવે છે. આ પ્રસંગે રેવાએ જણાવ્યું હતું કે, હું શિવ તાંડવ કરું એ મારા પિતાને પસંદ નથી. પરંતુ મને શિવ ખૂબ જ પ્રિય છે. તેથી હું ખુશી ખુશી શિવ તાંડવ કરું છું. જેનાથી મારી આત્માને પણ ખૂબ શાંતિ મળે છે.

Next Story