Connect Gujarat
વડોદરા 

વડોદરા : 228 દિવસ બાદ પણ કુખ્યાત શાર્પ શૂટર એન્થોની પોલીસ પકડથી દૂર, વાંચો પોલીસે કેવું ઇનામ જાહેર કર્યું..!

વડોદરાના કુખ્યાત શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની મૂલચંદ ગંગવાણી (રહે. સવાદ ક્વાર્ટર, હરણી રોડ) 8 મહિના ઉપરાંતથી ફરાર છે.

વડોદરા : 228 દિવસ બાદ પણ કુખ્યાત શાર્પ શૂટર એન્થોની પોલીસ પકડથી દૂર, વાંચો પોલીસે કેવું ઇનામ જાહેર કર્યું..!
X

વડોદરાના કુખ્યાત શાર્પશૂટર અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી ગત તા. 6 મે-2022થી ફરાર છે. કુખ્યાત એન્થોનીને ઝડપી પાડવા વડોદરા પોલીસે અન્ય રાજ્યોમાં પણ તપાસ હાથ ધરી હતી. પરંતુ આખરે નિષ્ફળતાજ હાથ લાગી હતી. એન્થોની સામે પોલીસનું હ્યુમન નેટવર્ક અને ટેક્નિકલ સપોર્ટ નિષ્ફળ રહ્યા હોવાનું આજની જાહેરાત પરથી ફલિત થાય છે. તેવામાં હવે 228 દિવસથી ફરાર એન્થોનીને પકડવામાં અથવા તો પકડાવવામાં મદદ કરનારને આકર્ષક ઇનામ આપવાની વડોદરા પોલીસે જાહેરાત કરી છે.

વડોદરાના કુખ્યાત શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની મૂલચંદ ગંગવાણી (રહે. સવાદ ક્વાર્ટર, હરણી રોડ) 8 મહિના ઉપરાંતથી ફરાર છે. એન્થોની સામે ખંડણ, હત્યા સહિત અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગત તા. 6મે-2022ના રોજ એન્થોનીને પોલીસ જાપ્તામાં છોટાઉદેપુર સબજેલમાંથી વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જે બાદ એન્થોનીએ પત્ની અને દિકરીને મળવાની જીદ કરતા પી.એસ.આઇ જે.પી ડામોર તેની વાતમાં આવી સયાજીગંજની પુજા હોટલમાં તેને લઇ ગયા હતા. એક તરફ એન્થોની ભાગવાની યોજના બનાવી બેઠો હતો અને પી.એસ.આઇ જે.પી ડામોર હોટલમાં જમવા માટે ગયા હતા. જેથી એન્થોનીને છુટ્ટો દોર મળતા એ અન્ય સાગરીતોની મદદથી હોટલમાંથી ફરાર થઇ ગયો હતો. પુજા હોટલમાંથી ફરાર થયેલી એન્થોનીનો આજદિન સુધી કોઇ પત્તો મળ્યો નથી. જોકે તેને ભાગવામાં મદદરૂપ થનાર તેની પત્ની, બહેન સહિતના સાગરીતો પોલીસ પકડમાં આવી ગયા પણ આજદિન સુધી વડોદરા પોલીસને એન્થોનિને પકડવામાં સફળતા મળી નથી. જે બાદ આજે વડોદરા પોલીસે મોટી જાહેરાત કરી છે. જેમાં જણાવાયું છે કે, એન્થોની સબંધે સચોટ માહિતી આપનારને વળતર રૂપે રૂ. 25 હજારની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. તથા વિગત આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. ગત મે માસમાં શાર્પશૂટર એન્થોનીને છોટાઉદેપુરની સબજેલમાંથી વડોદરાની હોસ્પિટલમાં લવાયા બાદ એક્સ પીએસઆઇ જેપી ડામોર તેને કારમાં સયાજીગંજની પૂજા હોટલમાં લઇ ગયા હતા. જ્યાં એન્થોનીની પત્ની સુમન અને બહેન જયશ્રી મળ્યા હતા. પીએસઆઇને જમવા માટે લઈ જવાયા બાદ એન્થોની અને તેના પરિવારજનો ભાગી ગયા હતા. આ મામલે કેટલાકની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ એન્થોની હજી પણ ફરાર છે.

Next Story