Connect Gujarat
વડોદરા 

વડોદરા : રેલ્વે એન્જીનમાં પણ હવે "તીસરી આંખ", એન્જીન પર કોની રહેશે નજર ?

રેલવે વિભાગ સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપવાની સાથે નવી ટેકનોલોજીનો વપરાશ કરતો થયો છે.

X

ભારતીય રેલ્વેના 12 હજાર કરતાં વધારે એન્જીનોમાં કેમેરા લગાડવાની કામગીરીનો વડોદરાથી પ્રારંભ કરાયો છે અને અત્યાર સુધી 18 જેટલા એન્જીનમાં 144 જેટલા કેમેરા લગાવી દેવાયાં છે.

રેલવે વિભાગ સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપવાની સાથે નવી ટેકનોલોજીનો વપરાશ કરતો થયો છે. લોકો પાયલટની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે હવે દરેક એન્જીનમાં કેમેરા લગાડવામાં આવી રહયાં છે. આ પ્રોજેકટની શરૂઆત વડોદરા ડીવીઝનથી કરવામાં આવી છે. એક એન્જીનમાં કેમેરા લગાડવાનો ખર્ચ અંદાજે એક લાખ રૂપિયા જેટલો છે. વડોદરા રેલ્વે ડીવીઝનના લોકોશેડ અધિકારી પ્રદીપ મીનાએ જણાવ્યું હતું કે, એન્જીનની અંદર તથા બહાર કેમેરા લગાડવાનો આશય સિગ્નલમાં ગરબડ, ઓવરહેડ તુટવા કે અન્ય અકસ્માતની સ્થિતિની પહેલેથી જાણકારી મેળવવાનો છે. આ ઉપરાંત એન્જીનના ડ્રાયવર તથા કો ડ્રાયવરની કંટ્રોલર સાથેની વાતચીતનું મોનીટરીંગ કરવું છે. દેશના દરેક એન્જીનમાં આ પ્રકારે કેમેરા લગાડવામાં આવશે અને વડોદરા ડીવીઝનની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 18 એન્જીનોમાં કેમેરા લાગી ચુકયાં છે.

Next Story