/connect-gujarat/media/post_banners/e2915fef2ae60c8167a36b5c85bb0eb3ab339957f2a90dd110e511e509b88fc2.jpg)
વડોદરાની સાવલી જીઆઇડીસીમાં અવારનવાર આગના બનાવો સામે આવતા હોય છે. ગતરાત્રે 11:30 કલાકે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, કે.બી. પ્લાસ્ટિક નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ કોલ મળતા જ ઇઆરસી ફાયર સાથે ટીપી 13 અને દાંડિયાબજાર ફાયર સ્ટેશનની ટીમો ચાર ગાડીઓ સાથે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
આગ પ્રચંડ હોવાથી ફાયર વિભાગને ભારે જહેમત બાદ વહેલી સવારે આગ પર કાબૂ મેળવ્યો હતો.પ્રાથમિક માહિતી મુજબ, આ કંપનીમાં પ્લાસ્ટિકનો વિવિધ સ્ક્રેપ પડેલો હતો અને તેમાંથી દાણા બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગના બનાવને લઈ કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ કંપનીનો સંપૂર્ણ શેડ બળીને ખાક થઈ ગયો છે અને કંપનનીને મોટાપાયે નુકસાન થયું હોય તેવું જાણવા મળ્યું છે.