વડોદરા : કંડારી ગામ નજીક ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરી, સદનસીબે જાનહાની ટળી...

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા-ભરૂચ તરફના ટ્રેક પર કરજણ તાલુકાના કંડારી ગામના પાટિયા નજીક શો-રૂમ પાસે આઇશર ટેમ્પોમાં આગની ઘટના બની હતી.

New Update
વડોદરા : કંડારી ગામ નજીક ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરી, સદનસીબે જાનહાની ટળી...

વડોદરા જીલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાના કંડારી ગામ નજીક આઇશર ટેમ્પોમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા-ભરૂચ તરફના ટ્રેક પર કરજણ તાલુકાના કંડારી ગામના પાટિયા નજીક શો-રૂમ પાસે આઇશર ટેમ્પોમાં આગની ઘટના બની હતી. આગની ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગના કર્મીઓએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અચાનક આઇસર ટેમ્પોમાં આગ લાગતા ટેમ્પો ચાલક સમય સુચકતા વાપરી બહાર આવી જતા ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ આઇશર ટેમ્પોમાં આગના પગલે ટેમ્પોને ભારે નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisment
Latest Stories