વડોદરા:શહેરના સર્કિટ હાઉસમાં યુથ કોંગ્રેસની રેડ,પૂરગ્રસ્ત સહાય માટે સંગ્રહ કરેલ ફૂડ પેકેટ અને પાણી બોટલો મળી આવ્યા

યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સર્કિટ હાઉસ ખાતે રેડ કરવામાં આવી હતી,અને સર્કિટ હાઉસમાં પાણીની બોટલનો જથ્થો  અને ચવાણાના પેકેટો જોવા મળ્યા

New Update

વડોદરામાં તંત્રનું વધુ એક ભોપાળુ

પૂર સહાયમાં પણ સંગ્રહખોરીના આક્ષેપ 

યુથ કોંગ્રેસ દ્વારા સર્કિટ હાઉસમાં કરાઈ રેડ 

ફૂડ પેકેટ તેમજ પાણીની બોટલોનો મળ્યો જથ્થો 

પૂરગ્રસ્તો માટેની સહાયનો સંગ્રહ કરાયો હોવાના આક્ષેપ   

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પૂરના પાણીએ સર્જેલી તારાજી બાદ અસરગ્રસ્તોનો સરકાર અને વહીવટી તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે,ત્યારે સર્કિટ હાઉસ માંથી સંગ્રહ કરવામાં આવેલા ફૂડ પેકેટ તેમજ પાણીની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો,જે અંગે યુથ કોંગ્રેસ દ્વારા તંત્ર પર સહાયમાં પણ સંગ્રહખોરી કરી હોવાના આક્ષેપ કર્યા હતા.
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા શહેરમાં પૂર સંકટ સર્જાયું હતું.જેને લઈને સરકાર દ્વારા પૂરગ્રસ્તો માટે પાણીની બોટલ અને ચવાણું લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી,પરંતુ ક્યાંકને ક્યાંક સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે લોકો સુધી પહોંચી ન હતી.જેને લઈને આજે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સર્કિટ હાઉસ ખાતે રેડ કરવામાં આવી હતી,અને સર્કિટ હાઉસમાં પાણીની બોટલનો જથ્થો  અને ચવાણાના પેકેટો જોવા મળ્યા હતા.
જ્યારે તેમને રેડ કરી હતી ત્યારે અધિકારીઓ દ્વારા આ બધી વસ્તુઓ ત્યાંથી હટાવી લેવા માટેની કાર્યવાહી ચાલતી હતી,પરંતુ અધિકારીને પણ આ અંગેની માહિતી નથી કે આ વસ્તુ કોના માટે સરકારે વ્યવસ્થા કરી છે તેવા આક્ષેપ પવન ગુપ્તાએ કર્યા હતા.ત્યારે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી અને સરકાર તેમજ વહીવટી તંત્ર પર આક્ષેપો કર્યા હતા.
#Vadodara News #food packet #Vadodara Flood #Vadodara Youth Congress #યુથ કોંગ્રેસ #સર્કિટ હાઉસ
Here are a few more articles:
Read the Next Article