વડોદરા : મેયર પત્રિકા કાંડમાં શાસક પક્ષના પૂર્વ નેતાની ધરપકડ, આરોપી વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થશે..!

વડોદરામાં મેયર વિરૂદ્ધની પત્રિકા કાંડ મામલે પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચીયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

New Update
વડોદરા : મેયર પત્રિકા કાંડમાં શાસક પક્ષના પૂર્વ નેતાની ધરપકડ, આરોપી વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થશે..!

વડોદરામાં મેયર વિરૂદ્ધની પત્રિકા કાંડ મામલે પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચીયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જેને લઇને રાજકીય મોરચે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેવામાં શહેર ભાજપ પ્રમુખે આ પ્રકારની ઘટના ફરી ક્યારે ન બને તે માટે દાખલો બેસાડવા માટેની કાર્યવાહી કરવા માટે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે. મેયર વિરૂદ્ધની પત્રિકા કાંડમાં અત્યાર સુધી અલ્પેશ લિંબાચીયાએ શાસક પક્ષ તરીકેનો હોદ્દો અને અમિત લિંબાચીયાએ ભાજપનંક સભ્યપદ ગુમાવ્યું છે. પત્રિકા કાંડ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રીજી ધરપકડ કરી હતી. જેમાં અલ્પેશ લિંબાચીયાને ગત રાતથી જ ઉઠાવી લીધો હતો. તેઓ પૂર્વ શાસકપક્ષના નેતા અને હાલ કોર્પોરેટર છે. પત્રિકા કાંડમાં સંડોવણી સામે આવતા વડોદરામાં રાજકીય માહોલ ભારે ગરમાયો છે. હવે શિસ્ત માટે જાણીતો શાસક પક્ષ અતિગંભીર ગણાતી ગેરશિસ્ત મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

Latest Stories