Connect Gujarat
વડોદરા 

વડોદરા : ગુજરાતના કાશી કહેવાતા ચાંદોદ ખાતે ગંગા દશાહરા મહોત્સવનું આયોજન, સંતો મહંતો અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા

તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઉજવાઇ રહેલા પૌરાણિક પર્વ ગંગા દશાહરા મહોત્સવ નો લાભ લેવા આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ-મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

X

તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઉજવાઇ રહેલા પૌરાણિક પર્વ ગંગા દશાહરા મહોત્સવ નો લાભ લેવા આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ-મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાતના કાશી કહેવાતા દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે પૃથ્વીલોક પર ગંગા મૈયાના અવતરણની સ્મૃતિમાં જેઠ સુદ એકમ તા 31 મે થી ગંગા દશાહરા મહોત્સવનો ભવ્યાતિ ભવ્ય પ્રારંભ થયો હતો. રોજે રોજ સાયંકાળે ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે માં નર્મદા-ગંગાના પૂજન-અર્ચન સહિત મહા આરતી પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી કરાઈ રહ્યા છે. જેનો લાભ હજારો શ્રદ્ધાળુઓ સહિત સંતો મહંતો અને રાજકીય અગ્રણીઓ મેળવતા રહ્યા છે. પુણ્ય સ્નાન સાથે ભાવિક ભક્તો નર્મદા મૈયાને શ્રીફળ, કુમકુમ, દૂધ તેમજ ચુંદડી સાડી અર્પણ કરી મહાઆરતીમાં જોડાઇ કૃતાર્થ થઈ રહ્યા છે. બુધવારે આ મહોત્સવના નવમા દિવસે નવનાથ કાવડ યાત્રાના પ્રણેતા તેમજ ડભોઇ હરિહર આશ્રમના પરમ પૂજ્ય વિજય મહારાજ, વડોદરા કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે તેમજ વડોદરા શહેર આમ આદમી પાર્ટીના મહામંત્રી શીતલ ઉપાધ્યાય વિશેષરૂપે ઉપસ્થિત રહી આ પર્વના ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા. આજરોજ 10 દિવસીય ગંગા દશહરા મહોત્સવની ભક્તિ ભાવપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Next Story