/connect-gujarat/media/post_banners/54ef06f016bee063d41dc108e3f935739e9144584cd3025e952080f27eef3896.jpg)
વડોદરા ખાતે ચાહકો દ્વારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી હાઈ પ્રોફાઇલ મેચને લઈને ક્રિકેટ રસિકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. રવિવારની રજા હોવાથી ક્રિકેટ રસિકો ટીવી સેટ સામે ગોઠવાઈ જશે તો અનેક સ્થળોએ મોટી સ્ક્રીન ઉપર મેચ નિહાળવાનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે.વડોદરા ખાતે ભારત વિશ્વ કપ જીતે તે માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાહક જીતેન્દ્ર સોલંકી દ્વારા આ યજ્ઞ યોજવામાં આવ્યો હતો. ટીમ ઇન્ડિયા વિજેતા બને તે માટે પૂજા પાઠનો પણ સહારો લેવામાં આવ્યો છે ત્યારે સૌ કોઇની નજર ભારત વિશ્વ વિજેતા બને તેના પર મંડાઈ છે.