/connect-gujarat/media/post_banners/54c0c775b8b711308648f86a1a748674c01c5838f346d4bd0ce41859485f4615.jpg)
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં ગત મોડી રાત્રે એક મગર રોડ ઉપર ઉતરી આવ્યો હતો, જેને વન વિભાગ દ્વારા રેસ્ક્યું કરી પકડી લેવામાં આવ્યો હતો.
ચોમાસા દરમિયાન વડોદરા વિસ્તારમાં અનેક વખત મગરમચ્છ રોડ ઉપર ઉતરી આવતા હોવાના કિસા અગાઉ ઘણી વખત પ્રકાશમાં આવી ચૂક્યા છે, ત્યારે હાલ ચોમાસાનો માહોલ જામ્યો છે, તેવામાં ગત મોદી રાત્રે ભાયલી વિસ્તારમાં 10 ફૂટનો વિશાળ મગરમચ્છ રોડ ઉપર ફરતો જોવા મળ્યો હતો. મહાકાય મગરમચ્છને રોડ પર જોતાં જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. જેના આધારે વન વિભાગ તથા વાઇલ્ડ લાઇફ રેસક્યું ટીમ દ્વારા કલાકોની ભારે જહેમત સાથે મગરમચ્છનું રેસક્યું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મગરમચ્છને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.