New Update
વડોદરામાં વધુ એક સગીરા બની દુષ્કર્મનો શિકાર
સોશિયલ મીડિયા પર સંપર્ક બાદ વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું
યુવકે સગીરાને પટાવી ફોસલાવીને મિત્રના ઘરે લઈ ગયો હતો
યુવક દ્વારા યુવતીને કરવામાં આવતી હતી હેરાન
ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરતી પોલીસ
વડોદરામાં સોશિયલ મીડિયાના માધ્યમથી વિધર્મી યુવકના સંપર્કમાં આવેલી સગીર યુવતી દુષ્કર્મનો ભોગ બની હતી.આ ઘટનામાં પોલીસે ફરિયાદ બાદ યુવકની ધરપકડ કરી હતી. વડોદરાના ભાયલી સામુહિક દુષ્કર્મની ઘટનામાં હજી પોલીસ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે,ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી.શહેરની એક યુવતી મકરપુરા વિસ્તારના યુવક સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવી હતી.
અને યુવક સગીર યુવતીને પટાવીને બે થી ત્રણ વખત તેના મિત્રના ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ નવરાત્રી દરમિયાન યુવતીને કોઈને કોઈ બહાના હેઠળ હેરાનગતિ કરવામાં આવતી હતી.જેનાથી ત્રાસી જઈને આ અંગે યુવતીએ તેની માતાને જાણ કરતા મોડી રાત્રે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે મકરપુરા વિસ્તારમાં રહેતા વાજીદશા દિવાન નામના યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે ACP પ્રણવ કટારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે દુષ્કર્મ અંગે ફરિયાદ થઈ હતી,જેમાં મકરપુરા વિસ્તારમાં રહેતા યુવક સાથે યુવતીનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ પર થયો હતો અને તેની સાથે અવારનવાર જતી હતી. દરમિયાન મકરપુરાના યુવકે તેણીને પટાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું છે અને નવરાત્રી દરમિયાન પણ તેને હેરાન પરેશાન કરી રહ્યો હતો. ફરિયાદના આધારે તાત્કાલિક અસરથી પોલીસે મકરપુરાના સાજીદશા દિવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.