/connect-gujarat/media/post_banners/cf9684dc75d9787ea11504e40b9bcddf9e4c055399eb14af3032de726ff8352d.webp)
વડોદરા શહેરના બગીખાના સ્થિત બરોડા હાઈસ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ-સયાજીનગરી શાખા દ્વારા "ગુરુ વંદન છાત્ર અભિનંદન" કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના બગીખાના સ્થિત બરોડા હાઈસ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ-સયાજીનગરી શાખા દ્વારા "ગુરુ વંદન છાત્ર અભિનંદન" કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લગભગ 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
/connect-gujarat/media/post_attachments/fce7f42b0d59f81146cec681c33b70bd4df5fd684ba424925fbf751eac57ea2e.webp)
આ અવસરે શાળાના 10 વિદ્યાર્થીઓ 10 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના કન્વીનર અર્ચના દેશપાંડે, શાખાની મહિલા સંયોજિકા જયશ્રીબેન, ડૉ. સુરેન્દ્ર રાનડે, ડૉ. અલકા રાનડે અને ડૉ. અનીતા ખાડે દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ સયાજીનગરી દ્વારા લગભગ 15થી વધુ શાળાઓમાં કરવામાં આવશે.