Connect Gujarat
વડોદરા 

વડોદરા: શું તમે ક્યારેય કેરમ બોર્ડને બનતા જોયું છે? ચાલો આજે આપણે જોઈએ કઈ રીતે બને છે આ ટેબલટોપ ગેમ

શહેરમાં 50થી વધુ વર્ષથી કેરમ બનાવવાની જૂની ફેક્ટરી, રૂ.500 થી રૂ.12000 સુધીના બને છે કેરમ

X

વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાસે 50 થી વધુ વર્ષ જૂની કર્મ બનાવાની ફેક્ટરીઓ આવેલી છે, જુઓ એક ઝલક.

કેરમ એ ખૂબ જ જાણીતી રમત છે. જેને બાળકો થી લઈને મોટા સુધી બધા જ રમે છે. એમ તો કેરમ એ મૂળ દક્ષિણ એશિયાઈની ટેબલટોપ ગેમ છે. આ રમત ભારતીય ઉપખંડમાં ખૂબ જ લોકપ્રિય છે, અને તેને વિવિધ ભાષાઓમાં વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. વડોદરા શહેરમાં સરદાર એસ્ટેટ પાસે 50થી વધુ વર્ષથી કેરમ બનાવવાની જૂની ફેક્ટરી આવેલી છે. અત્યારે અહીંયા ચોથી પેઢી કામ કરી રહી છે. અહીંયા આ લોકો કેરમ, કુકી, પાવડર જેવી વસ્તુઓ બનાવે છે. જેથી બધું એક જગ્યાએ મળી શકે. અને તેઓ આગળ પણ ક્રિકેટના બેટ અને બીજી રમતના સાધનો બનાવવાની યોજના બનાવી રહ્યા છે, એવું અમન સતીશ ખોશલા એ જણાવ્યું હતું.

હાલમાં અમન અને અંકુશ બંને ભાઈઓ ભેગા થઈને કારોબાર સાંભળી રહ્યા છે.જો કેરમની વાત કરીએ તો, દિવસના 70 જેટલા કેરમ બોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. અને તેઓ રૂ.500 થી રૂ.12000 સુધીના કેરમ બોર્ડ બનાવતા હોય બને છે. જેમાં વિવિધ પ્રકારના કેરમ બનાવવામાં આવે છે. તેમાં વોટર પ્રૂફ કેરમ પણ બનાવવામાં આવે છે. આ કેરમ બોર્ડ બાવડ અને લીમડાના ઝાડના લાકડામાંથી બનાવવામાં આવે છે. અને આ તમામ કેરમ વિદેશમાં પણ મોકલવામાં આવે છે જેમ કે, શિકાગો, લંડન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નિકાસ પણ કરવામાં આવે છે. વિદેશો સિવાય વડોદરા અને આખા ગુજરાતમાં પણ આ કેરમ બોર્ડ મોકલવામાં આવતા હોય છે.

Next Story