વડોદરા: હરણીલેક બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટે પૂર્વ કમિશ્નરો સામે પગલા લેવા કર્યો હુકમ

વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના કાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના મહત્વના હુકમને આવકારતા વિપક્ષ નેતા અમી રાવતે ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા

author-image
By Connect Gujarat Desk
New Update

વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના કાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના મહત્વના હુકમને આવકારતા વિપક્ષ નેતા અમી રાવતે ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા

ગુજરાત હાઇકોર્ટે વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓમોટો પિટિશન લીધી હતી. ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. ત્યારે ગત સુનાવણીમાં કેમ કોટિયા પ્રોજેક્ટને અપાયો અને તેમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર (VMC)નો શું રોલ હતો તેનો રિપોર્ટ આપવા સરકારને આદેશ કર્યો હતો. સાથે કહ્યું હતું કે, કોર્ટ હુકમ કરશે તે અઘરો હશે, માટે આ રિપોર્ટ સરકાર પાછો ખેંચે અને ફરી તપાસ કરીને ફ્રેશ રિપોર્ટ ફાઇલ કરે. જો કે, કોર્ટે રાજ્ય સરકારને બંને કમિશનરો એચ.એસ.પટેલ અને વિનોદ રાવ સામે શિસ્ત સંબંધી પગલાં લેવા આદેશ કર્યો છે. ઉપરાંત અન્ય જવાબદાર અધિકારીઓ સામે પણ શિસ્ત સંબંધી પગલાં લેવામાં આવે તેમ જણાવ્યું છે.આ હુકમને આવકારતા વિપક્ષ નેતા અમી રાવતે ગુજરાત ભાજપ સરકાર અને શહેરી વિકાસ વિભાગ પર ભ્રષ્ટ વહીવટ સાથે ભ્રષ્ટાચાર તેમજ વડોદરા ભાજપ નેતાઓ પણ આ કરૂણ કાંડમાં ભ્રષ્ટાચાર કર્યો તેવો આક્ષેપ કર્યો હતો. 
#Gujarat #CGNews #Vadodara #Court #Harni Lake Vadodara #Harni lake Tragedy
Here are a few more articles:
Read the Next Article