/connect-gujarat/media/post_banners/c85bedd2d0f73a965be9d58178284938d25581c2d023b95ad51c5c9f1763c666.webp)
ભારત સરકારની ગ્રાન્ટમાંથી સયાજી બાગમાં બાળકો માટે તૈયાર કરવામાં આવેલ સાયન્સ પાર્ક શોભાના ગાંઠીયા સમાન સાબિત થઈ રહ્યો છે, ત્યારે સત્વરે સાયન્સ પાર્ક શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
વડોદરા શહેરના સયાજી બાગ ખાતે બાળકો ભૌતિક વિજ્ઞાનનું જ્ઞાન મેળવી શકે તે માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી વર્ષ 2003માં સાયન્સ પાર્ક તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, સાયન્સ પાર્ક ખુલ્લો મુકાયા બાદ ગણતરીના દિવસો સુધી જ ચાલુ રહ્યો હતો. ત્યારબાદ કોઈ કારણસર સાયન્સ પાર્ક બંધ કરી દેવામાં આવ્યો હતો. દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે લાખો રૂપિયાની સરકારની ગ્રાન્ટમાંથી તૈયાર થયેલ સાયન્સ પાર્ક શોભાના ગાંઠિયા સમાન સાબિત થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી તરફ, તંત્ર દ્વારા પૂરતું ધ્યાન નહીં આપવામાં આવતા સાયન્સ પાર્કના કેટલાક સાધનો પણ ખસતા હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે સાયન્સ પાર્ક સત્વરે શરૂ થાય તેવી માંગ પણ ઉઠવા પામી છે. આ સાથે જ ઝુ ક્યુરેટર દ્વારા સાયન્સ પાર્કને પુનઃ ખુલ્લો મુકવા માટે મ્યુનિસિપલ કમિશનરને ધ્યાન દોરવામાં આવશે તેવું જણાવ્યું હતું.