/connect-gujarat/media/post_banners/afb56bc140e63e3034a54176bdaa17511c329f3b148708d5507e2ef32ccc303c.jpg)
વડોદરા શહેરમાં સર સયાજીરાવ ગાયકવાડના શાસનની 30 હજાર જેટલી હસ્તપ્રતો સાચવી રાખવામાં આવી છે. જે પૈકી 100 જેટલી હસ્તપ્રતોને પ્રદર્શનાર્થે મુકાતા લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.
વડોદરાનો સૌપ્રથમ ઉલ્લેખ 9મી સદીના વટપદ્રક તરીકે કર્ક સુવર્ણ વર્ષના બ્રાહ્મપલ્લી ગ્રંથના તામ્રપત્રમાં કરવામાં આવ્યો છે. ઈ.સ 1824માં બ્રાહ્મપલ્લી ગ્રંથની તામ્રપત્ર પર લખાયેલી હસ્તપત અહીં સચવાયેલી છે. જેનું વજન 4 કિલો છે, જેને વર્ષ 1925માં ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટમાં લાવવામાં આવી હતી. અહીં ભગવત પુરાણ ગોલ્ડન સ્યાહીથી લખવામાં આવ્યું છે. જેમાં ગીતાના પ્રસંગોને સચિત્રણ રજુ કરાયા છે. તે સિવાય એક ભગવત પુરાણ હસ્તપ્રત પર કરાયેલા ચિત્રમાં સાચા મોતીનો ઉપયોગ કરાયો છે. તે સિવાય તે સમયમાં હસ્તપ્રત લેખન કાર્યમાં વપરાતાં ટુલ્સ, ખડિયા, દવાત પ્રદર્શનાર્થે મુકાયા છે.
ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટના ડિરેક્ટર ડૉ. સ્વેતા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઓરિએન્ટ ઈન્સ્ટિટયૂટમાં આમ તો 30 હજાર જેટલી હસ્તપ્રતો સચવાયેલી છે. જે પૈકી 100 જેટલી હસ્તપ્રતો પ્રદર્શનાર્થે મુકવામાં આવી છે. જેમાં 13મી સદીમાં લખાયેલી સૌથી જુની હસ્તપ્રત પણ છે. તે સિવાય પામ લિફ, વલ્કલ, તામ્રપત્ર, રૂના કાગળ તેમજ ભૂર્જપત્ર પર લખાયેલી હસ્તપ્રતો અને સર સયાજીરાવ ગાયકવાડના સમયમાં સંસ્કૃત લિપિમાં લખાયેલી 7 હસ્તપ્રતો કે, જેમાં વડોદરા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડનો ઉલ્લેખ જોવા મળે છે, તે દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.