Connect Gujarat
વડોદરા 

વડોદરા : માત્ર 30 મીનીટમાં જ બરોડા ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા આટોપી લેવાતા સવાલ..!

બરોડા ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભા માત્ર 30 મીનીટમાં જ આટોપી લેવામાં આવી

X

બરોડા ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા મળી

સામાન્ય સભા માત્ર 30 મીનીટમાં જ આટોપી લેવામાં આવી

અન્ય સભ્યોએ સંસ્થાની કાર્યશૈલી અંગે સવાલો ઊભા કર્યા

વડોદરા શહેરના જ્યોતિ ગાર્ડન ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભા માત્ર 30 મીનીટમાં જ આટોપી લેવામાં આવી હતી. આ દરમિયાન અન્ય સભ્યો દ્વારા સંસ્થાની કાર્યશૈલી અંગે કરવામાં આવેલા આરોપોને પ્રેસીડેન્ટ દ્વારા નકારી કાઢવામાં આવ્યા હતા.

બરોડા ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા વડોદરા શહેરના જ્યોતિ ગાર્ડન ખાતે મળી હતી. સૌના આશ્ચર્ય વચ્ચે આ સભાને માત્ર 30 મીનીટમાં જ આટોપી લેવામાં આવી હતી, જ્યારે પ્રેસીડેન્ટ દ્વારા અન્ય સભ્યોએ લગાવેલા આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રેસીડેન્ટ પ્રણવ અમીને મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, રેગ્યુલર એજન્ડા આઇટમ હતા, જેના પર મેઇન મીટીંગ યોજાય છે. અમારો સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે કોટંબીનું સ્ટેડિયમ. તેનું કામ પૂર્ણ થવાના આરે છે.

તેની લેટેસ્ટ અપડેટ્સ તમામને આપવામાં આવી છે. તેમાં ખુરશીઓ લગાડવાનું તથા ઇન્ટીરીયરનું કામ ચાલું છે. જ્યારે આ જમીન ભુતકાળમાં ખરીદવામાં આવી હતી, ત્યારે અહી આવવા માટે રસ્તાની સગવડ ઓછી છે. એટલે 30 મીટરનો રસ્તો જોઇએ છે. જે અંગે સ્થાનિક ધારાસભ્ય યોગેશ પટેલ અને બાળક્રૃષ્ણ શુક્લને સાથે રાખીને મુખ્યમંત્રીણે રજૂઆત કરવામાં આવી છે. જેમ રસ્તો થશે તેમ તેમ વિવિધ મંજૂરીઓ પણ મળવાનું શરૂ થઇ જશે તેવું બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રેસીડેન્ટે જણાવ્યુ હતું.

Next Story