Connect Gujarat
વડોદરા 

વડોદરા : સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં 6 યુનિટમાંથી 4 બંધ, એક બેરેકમાં 2 મૃતદેહ હોવાનો વિડિયો સામે આવ્યો..!

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં દેશના વડાપ્રધાન દ્વારા બે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

X

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં દેશના વડાપ્રધાન દ્વારા બે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે આ રીતે તંત્રની લાલિયાવાડી સામે આવી છે. તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે અમદાવાદ અને સુરત વચ્ચે વિકાસમાં વડોદરા શા માટે પાછળ રહી ગયું છે.

ત્યારે આ પરથી સ્પષ્ટ થાય છે કે જવાબદારોએ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવી જોઈએ. કોઈ વ્યક્તિના પરિવારમાં કોઈનું મૃત્યુ થાય અને આ રીતે એકમાં 2 મૃતદેહો સાચવવામાં આવે તે કેટલું યોગ્ય છે. સયાજી હોસ્પિટલમાં 6 કોલ્ડ સ્ટોરેજ છે. જેમાં એકમાં 6 મૃતદેહો મુકી શકાય છે, પરંતુ 4 કોલ્ડસ્ટોરેજ બંધ હાલતમાં છે, અને માત્ર 2 ચાલી રહ્યા છે. તેમાં પણ એકના બદલે 2-2 મૃતદેહોને મુકવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. આ બાબતે હોસ્પિટલ તંત્રના અધિકારીનું કહેવું છે કે, કેટલાક યુનિટ પહેલેથી જ બંધ હતાં અને જે બંધ છે, તેને રિપેર કરવાની કામગીરી કરવામાં આવશે.

આ યુનિટો 10 વર્ષ જૂના હોવાથી વારંવાર રિપેર કરવા પડે છે, અને 24 કલાક કાર્યરત હોઈ જેથી ક્ષતિઓ આવતી હોય છે. 6માંથી 2ની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જે રિપેર કરવા ખૂબ મોંઘા પડે તેમ છે. અમે આ બાબતે કામગીરી કરી રહ્યા છીએ અને સરકાર પાસે નવા યુનિટની માંગણી કરી રહ્યા છીએ.

Next Story