/connect-gujarat/media/post_banners/70c5a735b3e9c733cd38ef1ac3595a3654b4680d73e714d52609babe224b3651.webp)
સ્માર્ટ સિટી વડોદરામાં બનાવાયેલા સ્માર્ટ રોડ પર એવું એક સ્માર્ટ સાઈન બોર્ડ આવ્યા છે. જેમાં ગુજરાતીમાં ગાય સર્કલ અને અંગ્રેજીમાં ‘GAY’ લખતા તે દિવસભર ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. બીજી તરફ સર્કલનો સ્પેલિંગ પણ ખોટો લખતાં અધિકારીઓની લાયકાત સામે સવાલ ઊભા થયા છે.શહેરમાં ચાર અલગ-અલગ ઝોનમાં પાલિકાએ સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રોડ બનાવ્યા છે. જેમાં નાગરિકોને ખબર પડે તે માટે સ્માર્ટ સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં તંત્રે બીપીસી રોડ, આરસી દત્ત રોડ અને હેવમોર સર્કલ નજીક સાઈન બોર્ડ મૂકવામાં આવ્યાં છે. બીપીસી રોડના સાઈન બોર્ડ પર ગુજરાતીમાં ‘ગાય સર્કલ’ અને અંગ્રેજીમાં ‘GAY CRICLE’ લખવામાં આવ્યું હતું. તેટલું જ નહીં ચકલી સર્કલના અંગ્રેજી શબ્દમાં સર્કલનો સ્પેલિંગ CIRCLEની જગ્યાએ CRICLE લખવામાં આવ્યું હતું.પાલિકાની કહેવાતા સ્માર્ટ અધિકારીઓએ કરેલી ભૂલના ફોટો દિવસભર સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા અને લોકો ટ્રોલ કરી રહ્યા હતા. આ બાબતે અધિકારીઓનું ધ્યાન જતાં મોડી રાતે સાઈન બોર્ડ પર અંગ્રેજીમાં લખેલા ‘GAY CRICLE’ અને ‘CHAKLI CRICLE’ પર પટ્ટી લગાવી દીધી હતી.